Bhavnagar: ભાવનગર જેલમાં કેદીના મોતનો મામલો ગરમાયો, ન્યાયની માગ, જુઓ VIDEO
Bhavnagar: ભાવનગર જેલમાં હાર્ટ એટેકથી થયેલા મૃત્યુ મામલે ભૂમિબા ચુડાસમાએ પીડિત પરિવારની મુલાકાત લઈ ન્યાયની લડતમાં સમર્થન આપ્યું.
Nancy Shukal

Bhavnagar: ભાવનગરમાં જેલ દરમિયાન હાર્ટ એટેકથી થયેલા મૃત્યુના મામલે ન્યાયની માગ ઉગ્ર બની રહી છે. આ મામલે ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજનાં પ્રમુખ ભૂમિબા ચુડાસમાએ પીડિત પરિવારની મુલાકાત લઈને તેમને સાંત્વના પાઠવી હતી.
ભૂમિબા ચુડાસમાએ પરિવારને આપી ખાતરી
ભૂમિબા ચુડાસમાએ પરિવારને ખાતરી આપી હતી કે ન્યાય મેળવવાની લડતમાં સમગ્ર રાજપૂત મહિલા સમાજ તેમની સાથે મક્કમતાથી ઊભા રહેશે. તેમણે પરિવારને આ મુશ્કેલ સમયમાં સહયોગ આપવાની પણ ખાતરી આપી હતી.
પરિવાર અને સમાજમાં નારાજગી જોવા મળી
બીજી તરફ, ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ સ્પષ્ટ ઉકેલ ન આવતાં પરિવાર અને સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માગ વધુ તેજ બની છે.