
Mamata Banerjee: ‘આમી ઇસ્તિફા ના દેબો...’ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણીમાં હારી ગયા પછી રાજીનામું આપવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે, તેઓ બિલકુલ પદ પરથી હટશે નહીં. તેમની સામે કેવા પગલાં લેવામાં આવશે, બંધારણ આ અંગે શું કહે છે, શું કોઈ રાજ્ય સરકારની ટર્મ પૂરી થઈ જાય ત્યારબાદ મુખ્યમંત્રીનું પદ પણ પોતે જ હટી જાય છે.

Mamata Banerjee Press Conference: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ મમતા બેનર્જીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે ચૂંટણી હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે. ભાજપે ચૂંટણી પંચનો ઉપયોગ કરીને જીત મેળવી છે.

West Bengal New CM: ભારતીય જનતા પાર્ટીએ સોમવારે પશ્ચિમ બંગાળમાં શાનદાર વિજય મેળવ્યો છે અને પૂર્વ ભારતના એક મહત્વના ગઢમાં પ્રવેશ કરી લીધો છે. આ શાનદાર જીત બાદ બીજેપીએ નવી સરકારના શપથ સમારોહ માટે 9 મેની તારીખ નક્કી કરી છે. એવામાં લોકોને એ જાણવાની ઉત્સુકતા છે કે, તેમણે 9 મેની તારીખ જ કેમ પસંદ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બુધવારે રક્ષામંત્રી રાજનાથસિંહ કોલકાતા આવશે. ત્યાં જીતેલા ધારાસભ્યો સાથે વાતચીત કરશે. ત્યારપછી ધારાસભ્ય દળના નેતા અને બંગાળના નવા મુખ્યમંત્રીના નામનો નિર્ણય લેવામાં આવશે.

Bengal Election 2026 Phase 1 Voting Percentage: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 એ ફરી એકવાર દેશનું ધ્યાન ખેંચ્યું છે. હિંસા, બોમ્બ વિસ્ફોટ અને અથડામણના સમાચાર દિવસભર હેડલાઇન્સમાં રહ્યા, તો બીજી તરફ, મતદારોની વધેલી ભાગીદારીએ એક અલગ જ વાર્તા લખી. સાંજે 5 વાગ્યા સુધીમાં, રાજ્યમાં લગભગ 90 ટકા મતદાન નોંધાયું હતું, જે પોતે જ એક રેકોર્ડની નજીકનો આંકડો છે. બંગાળમાં લગભગ...

West Bengal election 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરના રાણીગંજમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે મમતા બેનર્જી સરહદ પર વાડ માટે જમીન નથી આપી રહ્યા અને બંગાળમાં ઘૂસણખોરી માટે BSF પર આરોપ લગાવી રહ્યા છે. રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, 'તમારે લોકોએ નિર્ભયતાથી અને કોઈપણ અવરોધ...

West Bengal Election 2026: ટીએમસીના વડા મમતા બેનર્જીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા નવા અધિકારીઓને તેમના પક્ષના ઉમેદવારોના નામાંકન નકારવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમણે ટીએમસી ઉમેદવારોને ઉમેદવારી નોંધાવતી વખતે અત્યંત સાવધાની રાખવા વિનંતી કરી છે. નોંધનીય છે કે, ચૂંટણીની જાહેરાત પછી બંગાળમાં મોટા પાયે વહીવટી ફેરબદલ થયા છે.

Amit Shah Attack on Mamata Benerjee: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં સંબોધન કરતા કહ્યું કે, આગામી બંગાળની ચૂંટણીઓ માત્ર રાજ્ય માટે જ નહીં, પરંતુ દેશની સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ જાહેર મુદ્દાઓ ઉઠાવવાનો અને તૃણમૂલ કોંગ્રેસ સરકાર સામે અવાજ મક્કમ કરવાનો નિર્ણય લીધો છે.