
Rajkot : UPI પેમેન્ટને લઈને 15 ઓક્ટોબર, 2026થી નવો Merchant Discount Rate (MDR) ફ્રેમવર્ક અમલમાં આવવાનો છે.

નવી દિલ્હી: UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે UPI દ્વારા પેમેન્ટ કરનારા સામાન્ય નાગરિકો પાસેથી કોઈપણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવશે નહીં. એટલું જ નહીં, વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે થતા તમામ UPI ટ્રાન્ઝેક્શન પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. વેપારીઓ માટે પણ મોટાભાગના ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે વિત્ત મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે...

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે ₹2000થી વધુના દરેક UPI ટ્રાન્ઝેક્શન પર હવે ચાર્જ લાગશે. જોકે આ દાવો સંપૂર્ણપણે સાચો નથી. કેન્દ્ર સરકારે સંસદમાં ચુકવણી અને સમાધાન પ્રણાલી (સંશોધન) વિધેયક, 2027 રજૂ કર્યું છે, જેમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અંગે જોગવાઈનો પ્રસ્તાવ છે. માહિતી અનુસાર, આ નિયમનો હેતુ સામાન્ય ગ્રાહકો નહીં પરંતુ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધતા ભારતની ઝડપી આર્થિક પ્રગતિ અને વૈશ્વિક સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજે ભારત વિશ્વને વિકાસનું નવું મોડેલ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને અનેક ક્ષેત્રોમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે.

કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી 'ડિજિટલ ઇન્ડિયા'પહેલે 1 જુલાઈએ 11 વર્ષ પૂર્ણ કર્યા. આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે આ અભિયાનના કારણે કરોડો લોકોના જીવનમાં સુવિધા, ઝડપ અને નવા અવસરોનો વિસ્તાર થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેશેલ્સ મુલાકાત દરમિયાન ભારતને મોટી કૂટનીતિક સફળતા મળી છે. રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની સાથેની દ્વિપક્ષીય બેઠકમાં કૃષિ, આરોગ્ય, અવકાશ, ડિજિટલ પેમેન્ટ અને વિકાસ સહિતના અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર થયા હતા. સાથે જ સેશેલ્સમાં UPI સેવા શરૂ કરવા બંને દેશો વચ્ચે સહમતિ પણ બની છે.

ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા UPI સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. આજથી Google Pay, PhonePe અને Paytm જેવા UPI એપ્સમાં હાઈ-વેલ્યૂ ટ્રાન્ઝેક્શન માટે ફિંગરપ્રિન્ટ અથવા Face ID જેવી બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવી છે. આ નવા નિયમનો હેતુ સાયબર ફ્રોડ ઘટાડીને યુઝર્સના ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવાનો છે.

EPFO UPI PF Withdrawal: દેશના કરોડો PF ખાતાધારકો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટી ખુશખબર સામે આવી છે. હવે PF ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનવાની છે. EPFO દ્વારા UPI મારફતે PFનું પૈસું ટ્રાન્સફર કરવાની નવી સિસ્ટમની ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું છે. હાલમાં PFનું પૈસું ઉપાડવા માટે ઓનલાઇન ક્લેમ પ્રક્રિયા અને લાંબી રાહ જોવી પડતી...