Get News Alerts

Never miss breaking news updates.

નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: હવે મિનિટોમાં ખાતામાં આવશે પૈસા, UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ

EPFO UPI PF Withdrawal: દેશના કરોડો PF ખાતાધારકો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટી ખુશખબર સામે આવી છે. હવે PF ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનવાની છે. EPFO દ્વારા UPI મારફતે PFનું પૈસું ટ્રાન્સફર કરવાની નવી સિસ્ટમની ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું છે. હાલમાં PFનું પૈસું ઉપાડવા માટે ઓનલાઇન ક્લેમ પ્રક્રિયા અને લાંબી રાહ જોવી પડતી...
R Gajjar
R GajjarUpdated on: 21 May 2026 06:52 PM IST
નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: હવે મિનિટોમાં ખાતામાં આવશે પૈસા, UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળનોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: હવે મિનિટોમાં ખાતામાં આવશે પૈસા, UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ

EPFO UPI PF Withdrawal: દેશના કરોડો PF ખાતાધારકો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટી ખુશખબર સામે આવી છે. હવે PF ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનવાની છે. EPFO દ્વારા UPI મારફતે PFનું પૈસું ટ્રાન્સફર કરવાની નવી સિસ્ટમની ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું છે. હાલમાં PFનું પૈસું ઉપાડવા માટે ઓનલાઇન ક્લેમ પ્રક્રિયા અને લાંબી રાહ જોવી પડતી હતી. પરંતુ નવી વ્યવસ્થા લાગુ થયા બાદ ખાતાધારકો પોતાના મોબાઇલ ફોન દ્વારા જ સેકન્ડોમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે.

કેવી રીતે કામ કરશે નવી સેવા?
નવી સુવિધા હેઠળ યુઝર્સ પોતાના રજિસ્ટર્ડ UPI ID અને PIN દ્વારા PF ખાતામાંથી પૈસા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને PFનો થોડો ભાગ લોક અથવા ફ્રીઝ રાખવામાં આવશે, જ્યારે બાકીની રકમ ઇમરજન્સી જરૂરિયાતમાં ઉપાડી શકાશે.

ઇમરજન્સીમાં મળશે મોટો ફાયદો
મેડિકલ ઇમરજન્સી, બાળકોના અભ્યાસ, લગ્ન અથવા અન્ય અચાનક ખર્ચ સમયે આ સર્વિસ ખૂબ મદદરૂપ સાબિત થશે. EPFO હાલમાં પોતાના ટેકનિકલ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની કામગીરી કરી રહ્યું છે જેથી કરોડો ટ્રાન્ઝેક્શન સરળતાથી સંભાળી શકાય.

WhatsApp પર પણ મળશે EPFO સેવાઓ
EPFO જૂન 2026થી WhatsApp આધારિત સેવાઓ પણ શરૂ કરવાની તૈયારીમાં છે. જેના દ્વારા ખાતાધારકો પોતાના PF બેલેન્સ, છેલ્લા ટ્રાન્ઝેક્શન અને અન્ય માહિતી મોબાઇલ પર સરળતાથી મેળવી શકશે.

આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો
આ સુવિધાનો લાભ લેવા માટે ખાતાધારકોનું UAN નંબર મોબાઇલ અને બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી રહેશે. સાથે જ બેંક એકાઉન્ટ UPI ID સાથે જોડાયેલું હોવું પણ ફરજિયાત રહેશે.

'EPFO 3.0' હેઠળ ડિજિટલ ક્રાંતિ
આ નવી સુવિધા ગૂગલ પ્લેટફોર્મ અને કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ શરૂ કરાયેલા ‘EPFO 3.0’ પ્રોજેક્ટનો એક મહત્ત્વનો ભાગ છે. EPFO 3.0 અંતર્ગત પીએફ સંબંધિત તમામ સેવાઓનું સંપૂર્ણ ડિજિટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. આ અપગ્રેડેશન પછી યુઝર્સને UPI દ્વારા વિડ્રોઅલ, એટીએમ દ્વારા પીએફ ઉપાડ, સરળ એકાઉન્ટ ટ્રાન્સફર અને ઝડપી ઓટો-ક્લેમ સેટલમેન્ટ જેવી અત્યાધુનિક સેવાઓનો લાભ મળશે.

ખાતામાંથી કેટલા પૈસા ઉપાડી શકાશે?
ભવિષ્યની સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને સભ્યોને તેમના કુલ પીએફ બેલેન્સમાંથી એક નક્કી કરેલી મર્યાદા સુધી જ UPI અથવા ATM દ્વારા નાણાં ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. પ્રારંભિક માહિતી મુજબ, સભ્યો પોતાના ખાતામાંથી 50 ટકાથી લઈને મહત્તમ 75 ટકા સુધીની રકમ ઉપાડી શકશે. બાકીની રકમ સભ્યની નિવૃત્તિની બચત તરીકે ખાતામાં સુરક્ષિત રાખવામાં આવશે.

કઈ શરતો અને KYC પૂર્ણ કરવી ફરજિયાત છે?
જો કોઈ સભ્ય આ સુવિધાનો લાભ લેવા માંગતા હોય, તો તેમના ખાતામાં નીચે મુજબની વિગતો અપડેટ હોવી અનિવાર્ય છે:

• એક્ટિવ UAN નંબર હોવો જરૂરી છે.
• UAN નંબર સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ.
• પાન કાર્ડ અને બેંક ખાતાની KYC પ્રક્રિયા પૂર્ણ હોવી જોઈએ.
• બેંક એકાઉન્ટની વિગતો સચોટ IFSC કોડ સાથે અપડેટ હોવી જોઈએ.
• ઓટીપી મેળવવા માટે સક્રિય મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવો જરૂરી છે.

જો કોઈ પણ ખાતાધારકની KYC પ્રક્રિયા અધૂરી હશે, તો તેઓ આ હાઈટેક UPI અને ATM આધારિત પીએફ ઉપાડ સુવિધાનો લાભ મેળવી શકશે નહીં.

ક્લેમ સેટલમેન્ટમાં રેકોર્ડબ્રેક વધારો
શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન EPFO એ રેકોર્ડબ્રેક 8.31 કરોડ ક્લેમ સેટલ કર્યા છે, જે નાણાકીય વર્ષ 2024-25 માં 6.01 કરોડ હતા. આ કુલ ક્લેમમાંથી 5.51 કરોડ જેટલા ક્લેમ એડવાન્સ અથવા આંશિક ઉપાડ માટેના હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે, આશરે 71.11 ટકા એડવાન્સ ક્લેમ માત્ર 3 દિવસની અંદર જ ઓટો મોડમાં પ્રોસેસ કરીને સેટલ કરી દેવામાં આવ્યા હતા, જે વિભાગની કાર્યક્ષમતા દર્શાવે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com