Get News Alerts

Never miss breaking news updates.

Rajkot : UPI ના નવા નિયમથી રાજકોટના વેપારીઓમાં અસંતોષ, 15 ઓક્ટોબરથી બદલાશે સિસ્ટમ

Rajkot : UPI પેમેન્ટને લઈને 15 ઓક્ટોબર, 2026થી નવો Merchant Discount Rate (MDR) ફ્રેમવર્ક અમલમાં આવવાનો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 16 Sep 2026 01:02 PM IST
Rajkot : UPI ના નવા નિયમથી રાજકોટના વેપારીઓમાં અસંતોષ, 15 ઓક્ટોબરથી બદલાશે સિસ્ટમRajkot : UPI ના નવા નિયમથી રાજકોટના વેપારીઓમાં અસંતોષ, 15 ઓક્ટોબરથી બદલાશે સિસ્ટમ

Rajkot UPI traders

Rajkot : National Payments Corporation of India (NPCI)ના નવા નિયમ મુજબ ₹2,000થી વધુના Person-to-Merchant (P2M) UPI વ્યવહારો પર 0.4% MDR લાગુ થશે. જોકે આ ચાર્જ ગ્રાહકો પાસેથી સીધો વસૂલવાનો નથી. સરકારની સ્પષ્ટતા મુજબ MDR વેપારી તરફથી ચૂકવવાનો રહેશે અને તેને ગ્રાહક પર પાસ કરી શકાશે નહીં.

વેપારીઓમાં અસંતોષ જોવા મળ્યો

નવા ફ્રેમવર્ક મુજબ ₹2000 સુધીના મર્ચન્ટ UPI પેમેન્ટ MDRથી મુક્ત રહેશે. ₹2000થી વધુના વ્યવહારો પર 0.4% MDR લાગશે અને ₹75,000 કે તેથી વધુના વ્યવહારમાં મહત્તમ MDR ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે. ઉદાહરણ તરીકે, ₹3000ના UPI પેમેન્ટ પર MDR ₹12 અને ₹50,000ના પેમેન્ટ પર ₹200 થશે. બીજી મહત્વની જોગવાઈ નાના વેપારીઓ માટે છે.

UPI QR મારફતે દર મહિને ₹1 લાખ સુધીનું પેમેન્ટ મેળવતા નાના વેપારીઓ માટે Zero-MDRની જોગવાઈ ચાલુ રહેશે. સરકારના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા નાના વેપારીઓ અને માઇક્રો બિઝનેસને વધારાના પેમેન્ટ ખર્ચથી બચાવવા માટે રાખવામાં આવી છે.દરમિયાન, રાજકોટના વેપારીઓમાં આ નવા નિયમને લઈને ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

₹2000 થી ₹ 5000 સુધીના UPI વ્યવહારો સામાન્ય બની ગયા છે

વેપારીઓનું કહેવું છે કે, હાલના સમયમાં ₹2000 થી ₹ 5000 સુધીના UPI વ્યવહારો સામાન્ય બની ગયા છે. તેથી મોટા મૂલ્યના વ્યવહારો પર MDR લાગવાથી તેમના પેમેન્ટ ખર્ચમાં વધારો થઈ શકે છે. વેપારીઓમાં આ મુદ્દે આગામી દિવસોમાં વિરોધની ચર્ચા પણ થઈ રહી છે.જોકે, ગ્રાહકો માટે UPI વ્યવહારના સ્તરે અલગથી MDR વસૂલવાની મંજૂરી નથી. નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે બેંકોને વેપારીઓ દ્વારા MDRનો ખર્ચ ગ્રાહકો પર ન નાખવામાં આવે તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે.

UPI એપ્સને પણ છુપાયેલા અથવા વધારાના પ્લેટફોર્મ ચાર્જ વસૂલવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, વ્યક્તિથી વ્યક્તિ એટલે કે P2P UPI ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે, રકમ કેટલી પણ હોય. રેલવે, ટેલિકોમ, વીમા, ઈંધણ અને કેટલીક આવશ્યક સેવાઓ જેવી કેટેગરીમાં ₹2000 થી વધુના વ્યવહારો માટે 0.4%ના બદલે ₹5નો ફ્લેટ MDR લાગુ થશે. આ નવો નિયમ 15 ઓક્ટોબરથી અમલમાં આવ્યા બાદ વેપારીઓ માટે ડિજિટલ પેમેન્ટના ખર્ચનું નવું માળખું અમલમાં આવશે. રાજકોટ સહિત દેશભરના વેપારીઓ હવે આ ફેરફાર સામે કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : Gandhinagar : સરકારી પ્રતીક અને નામ વગેરેનો ખાનગી સંસ્થાઓ દ્વારા કરાતાં દુરુપયોગ સામે કાર્યવાહી કરાશે

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે