
Rajkot: રાજકોટ શહેરમાં સાઇબર ક્રાઇમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ શહેરની પ્રથમ ઈ-સાયબર FIR નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

Free Movie Download Cyber Fraud: ફેસબુક પર ફ્રી મૂવી ડાઉનલોડ કરવાની લોભામણી જાહેરાત આપી મોબાઇલમાં હેકિંગ એપ અને APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવી સાયબર છેતરપિંડી કરનાર બે આરોપીઓને વઘઇ પોલીસે ઝડપી...

Cyber Fraud : જૂન 2026માં નોંધાયેલી સાયબર ક્રાઈમની ફરિયાદની તપાસ દરમિયાન ઓનલાઈન છેતરપિંડીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં OTPના આધારે ફ્રોડ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર મામલામાં આશરે રૂ.1.20 કરોડની છેતરપિંડી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

સંગઠિત સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી કરતાં દિલ્હી પોલીસના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સાયબર પોલીસ સ્ટેશને ‘મ્યૂલ એકાઉન્ટ સિન્ડિકેટ’નો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દેશ અને વિદેશમાં સક્રિય સાયબર ગુનેગારોને કંપનીઓના બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવતું હતું, જેનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડી અને અન્ય સાયબર ગુનાઓમાં થતો હતો.

ગુજરાતમાં સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બનતા નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય મળે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે e-Zero FIR સેવાનો પ્રારંભ કરાવ્યો છે. હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિએ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. માત્ર 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાં જ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક e-Zero FIR જનરેટ થશે અને ગુજરાત સહિત દેશના સંબંધિત પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ મોકલવામાં આવશે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસે સાયબર ફ્રોડના એક મહત્વપૂર્ણ કેસમાં છેલ્લા સાત મહિનાથી ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી પર મ્યુલ એકાઉન્ટ ભાડે આપી કરોડો રૂપિયાના ઓનલાઈન ફ્રોડમાં મદદ કરવાનો આરોપ છે. પ્રાથમિક તપાસમાં તેના બેંક એકાઉન્ટમાં રૂ. 52.27 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે.

PGVCLના એક અધિકારી સાથે સાઇબર ફ્રોડની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

Delhi Police: દિલ્હી પોલીસના દક્ષિણ-પશ્ચિમ જિલ્લાના સાયબર સેલે 'ઓપરેશન સાય-હોક-04' હેઠળ અનેક દરોડા પાડીને 113 છેતરપિંડી કરનારાઓની ધરપકડ કરી છે. આ મેગા ઓપરેશન દ્વારા, પોલીસે દેશભરમાં કુલ 57 કેસ ઉકેલ્યા છે અને 303 ફરિયાદોનો નિકાલ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગોએ લોકો સાથે લગભગ 22 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.