
Instagram Wordmark: Instagram: એ લગભગ એક દાયકા બાદ પોતાના વર્ડમાર્કમાં મોટો ડિઝાઇન ફેરફાર કર્યો છે. Instagramના હેડ Adam Mosseri દ્વારા આ નવા વર્ડમાર્કની જાહેરાત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર નવો ડિઝાઇન અગાઉની સરખામણીએ વધુ શાર્પ અને આધુનિક છે, પરંતુ Instagramની મૂળ ઓળખ સાથે જોડાણ જાળવી રાખવામાં આવ્યું છે.

જામનગરમાં ઓનલાઈન સ્ટોકિંગ, ધમકીભર્યા મેસેજ અને AI ટેક્નોલોજીના દુરુપયોગનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયા મારફતે હેરાન કરનાર આરોપીને જામનગર સાયબર પોલીસે ઝડપી પાડ્યો છે. PI આઈ.એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસની ટીમે ટેક્નિકલ એનાલિસિસના આધારે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી છે.

પોતાના બેફામ નિવેદનો માટે જાણીતી બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે ફરી એકવાર જેન-ઝી એટલે કે નવી પેઢી અને આઝાદીના અર્થ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સામાજિક મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાની વાત રાખતી કંગનાએ કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની પસંદગી પ્રમાણે જીવન જીવવાની આઝાદી છે, પરંતુ તેની આઝાદી બીજા વ્યક્તિના જીવન અથવા સુરક્ષા માટે ખતરો ન બનવી જોઈએ.

80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી મંદાકિની આજે ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય, તેમ છતાં તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. સોશિયલ મીડિયા પર તેમની દરેક નવી પોસ્ટ ચાહકોનું ધ્યાન ખેંચે છે. તાજેતરમાં તેમણે મનાલીની સુંદર વાદીઓમાંથી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેઓ પરંપરાગત હિમાચલી વેશભૂષામાં જોવા મળે છે.

ટેલિવિઝન અભિનેતા અલી ગોનીએ પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી જાસ્મિન ભસીનના જન્મદિવસે ભાવુક સંદેશ શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. ગંભીર ઇન્ફેક્શનને કારણે જાસ્મિનને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, જેના કારણે આ વખતે તેમનો જન્મદિવસ હોસ્પિટલમાં જ ઉજવાયો.

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નૂએ પોતાના કઠિન વર્કઆઉટ સેશનની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે જણાવ્યું કે એક કલાકના હાઇ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ બાદ તેમની શારીરિક સ્થિતિ કેવી થઈ ગઈ હતી.

ઈન્સ્ટાગ્રામે 2026માં ફેક એકાઉન્ટસ અને બોટ્સ સામે મોટું કલીનઅપ અભિયાન ચલાવ્યું છે. જેમાં જે એકાઉન્ટસ લાંબા સમયથી બંધ હતા. તે એકાઉન્ટને ડિલીટ કરવામાં આવ્યા છે. જેના કારણે અનેક સેલેબન્સના ફોલોઅર્સમાં ઘટાડો નોંધાવામાં આવ્યો છે. જેનાથી સોશિયલ મીડિયા ચર્ચાનો વિષય બની રહ્યો છે.