AIથી ફોટામાં ચેડાં કરી વિદ્યાર્થીનીને ધમકી આપનાર આરોપી ઝડપાયો, સાયબર પોલીસે ટેક્નિકલ એનાલિસિસથી કર્યો પર્દાફાશ

જામનગરમાં ઓનલાઈન સ્ટોકિંગ, ધમકીભર્યા મેસેજ અને AI ટેક્નોલોજીના દુરુપયોગનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયા મારફતે હેરાન કરનાર આરોપીને જામનગર સાયબર પોલીસે ઝડપી પાડ્યો છે. PI આઈ.એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસની ટીમે ટેક્નિકલ એનાલિસિસના આધારે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી છે.
Rahul Desai
Rahul Desai
AIથી ફોટામાં ચેડાં કરી વિદ્યાર્થીનીને ધમકી આપનાર આરોપી ઝડપાયો, સાયબર પોલીસે ટેક્નિકલ એનાલિસિસથી કર્યો પર્દાફાશAIથી ફોટામાં ચેડાં કરી વિદ્યાર્થીનીને ધમકી આપનાર આરોપી ઝડપાયો, સાયબર પોલીસે ટેક્નિકલ એનાલિસિસથી કર્યો પર્દાફાશ

જામનગરમાં ઓનલાઈન સ્ટોકિંગ, ધમકીભર્યા મેસેજ અને AI ટેક્નોલોજીના દુરુપયોગનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયા મારફતે હેરાન કરનાર આરોપીને જામનગર સાયબર પોલીસે ઝડપી પાડ્યો છે. PI આઈ.એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસની ટીમે ટેક્નિકલ એનાલિસિસના આધારે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ આરોપીએ AI ટૂલનો ઉપયોગ કરીને વિદ્યાર્થીનીના ફોટામાં ફેરફાર કર્યા હતા અને ત્યારબાદ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી મારફતે તેને ધમકીભર્યા સંદેશા મોકલ્યા હતા. આરોપી દ્વારા સતત ઓનલાઈન પીછો કરવો, હેરાનગતિ કરવી તેમજ વીડિયો કોલ મારફતે અનિચ્છનીય માંગણીઓ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

આ મામલે સાયબર પોલીસે ફરિયાદ મળ્યા બાદ ટેક્નિકલ તપાસ શરૂ કરી હતી. પોલીસની ટીમે ડિજિટલ પુરાવા અને ટેક્નિકલ વિશ્લેષણના આધારે ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પાછળ રહેલા આરોપીની ઓળખ કરી તેને ઝડપી લીધો હતો.

આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023 તેમજ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગર સાયબર પોલીસના PI આઈ.એ. ઘાસુરાએ નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી, ફોટા અને અન્ય ખાનગી વિગતો શેર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે વાલીઓ અને યુવતીઓને અજાણ્યા વ્યક્તિઓ સાથે ઓનલાઈન સંપર્ક દરમિયાન સતર્ક રહેવા અને કોઈપણ પ્રકારની હેરાનગતિ થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.