Get News Alerts

Never miss breaking news updates.

ઈન્સ્ટાગ્રામનો મોટો એક્શન: લાખો ફેક એકાઉન્ટ ડિલીટ, અનેક સેલેબ્સના ફોલોઅર્સ ઘટ્યા

ઈન્સ્ટાગ્રામે 2026માં ફેક એકાઉન્ટસ અને બોટ્સ સામે મોટું કલીનઅપ અભિયાન ચલાવ્યું છે. જેમાં જે એકાઉન્ટસ લાંબા સમયથી બંધ હતા. તે એકાઉન્ટને ડિલીટ કરવામાં આવ્યા છે. જેના કારણે અનેક સેલેબન્સના ફોલોઅર્સમાં ઘટાડો નોંધાવામાં આવ્યો છે. જેનાથી સોશિયલ મીડિયા ચર્ચાનો વિષય બની રહ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 07 May 2026 04:29 PM IST
ઈન્સ્ટાગ્રામનો મોટો એક્શન: લાખો ફેક એકાઉન્ટ ડિલીટ, અનેક સેલેબ્સના ફોલોઅર્સ ઘટ્યાઈન્સ્ટાગ્રામનો મોટો એક્શન: લાખો ફેક એકાઉન્ટ ડિલીટ, અનેક સેલેબ્સના ફોલોઅર્સ ઘટ્યા

ફાઈલ ફોટો

નવી દિલ્હી : Instagramએ વર્ષ 2026માં ફેક એકાઉન્ટ્સ અને બોટ્સ સામે મોટું ક્લીનઅપ અભિયાન ચલાવ્યું છે. કંપનીએ લાખો એવા એકાઉન્ટ્સ ડિલીટ કર્યા છે, જે લાંબા સમયથી નિષ્ક્રિય હતા અથવા સંપૂર્ણપણે નકલી અને ઓટોમેટેડ રીતે ચલાવવામાં આવતા હતા. આ કાર્યવાહી બાદ ઘણા સેલેબ્રિટીઝ, ઈન્ફ્લુએન્સર્સ અને બ્રાન્ડ્સના ફોલોઅર્સમાં અચાનક મોટો ઘટાડો નોંધાતા સોશિયલ મીડિયા પર ચર્ચા જામી છે.

આ અભિયાનનો સૌથી વધુ અસર અમેરિકન ઈન્ફ્લુએન્સર અને બિઝનેસવુમન Kylie Jenner પર જોવા મળ્યો છે. અહેવાલો મુજબ, તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 14 મિલિયનથી વધુ ફોલોઅર્સ ઘટી ગયા છે. આટલી મોટી સંખ્યામાં ઘટાડો થતા સોશિયલ મીડિયા યુઝર્સ પણ ચોંકી ગયા હતા.

માત્ર કાયલી જેનર જ નહીં, પરંતુ અનેક જાણીતા કન્ટેન્ટ ક્રિએટર્સ અને પબ્લિક ફિગર્સના ફોલોઅર્સમાં પણ અચાનક ઘટાડો નોંધાયો છે.

ઈન્સ્ટાગ્રામના આ મોટા એક્શનનો મુખ્ય હેતુ પ્લેટફોર્મ પર ઓથેન્ટિસિટી વધારવાનો છે. હાલ ઘણા લોકો બોટ્સ અને ફેક એકાઉન્ટ્સનો ઉપયોગ કરી ફોલોઅર્સ, લાઈક્સ અને કોમેન્ટ્સ કૃત્રિમ રીતે વધારતા હોવાનું સામે આવ્યું છે. જોકે, ઈન્સ્ટાગ્રામ હવે ફક્ત વાસ્તવિક યુઝર્સ દ્વારા થતી એન્ગેજમેન્ટને પ્રાથમિકતા આપવા માંગે છે.

Meta ના પ્રવક્તાએ જણાવ્યું કે આ કાર્યવાહી કંપનીની નિયમિત પ્રક્રિયાનો ભાગ છે, જેમાં સમયાંતરે શંકાસ્પદ અને નિષ્ક્રિય એકાઉન્ટ્સ દૂર કરવામાં આવે છે. જો કોઈ વેરિફાઈડ એકાઉન્ટ ભૂલથી સસ્પેન્ડ થયું હોય તો તેની પુનઃસ્થાપના પણ કરવામાં આવે છે.

આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.