
નવી બનાવવામાં આવેલી ‘પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી’ અનુસાર, અમેરિકી સૈનિક કાર્યવાહી અને વિસ્તારમાં વધતા તણાવને કારણે આ મહત્વપૂર્ણ જળમાર્ગ તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ રહેશે.

આ પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક બુધવારે થયેલા એક અલગ ઘટનામાં તેલ ટેન્કર ‘MT સેત્તેબેલ્લો’ પર અમેરિકી હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત થયા હોવાનું પુષ્ટિ થયું છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં બે મૃતદેહો મળી આવ્યા છે અને શોધખોળ કામગીરી ચાલુ છે.

મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકી ડ્રોનને તોડી પાડ્યો છે, જ્યારે હોર્મુઝ જળમાર્ગ નજીક ચેતવણીરૂપ ફાયરિંગ અને મિસાઇલ હુમલાના અહેવાલો પણ સામે આવ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા આ તણાવને કારણે ખાડી વિસ્તાર સહિત વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ છે.

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકાની વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત માટે પેટ્રોલિયમ લઈને આવતું ‘નિસોસ કેરોસ’ નામનું વિશાળ ઓઈલ ટૅન્કર સફળતાપૂર્વક હોર્મુઝ જળમાર્ગ પાર કરીને ભારત તરફ આગળ વધી રહ્યું છે. વિશ્વના સૌથી સંવેદનશીલ સમુદ્રી માર્ગોમાંથી એક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા વચ્ચે આ ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રૂથ સોશિયલ પોસ્ટમાં સંભવિત સમજૂતીના સંકેતો આપ્યા છે, જ્યારે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ પણ “એમઓયુ પર કામ ચાલુ છે” કહીને વાતચીત આગળ વધતી હોવાનું જણાવ્યું છે.

ઈરાન-અમેરિકા યુદ્ધની આગમાં હવે ગુજરાતનું ટ્રાન્સપોર્ટ માર્કેટ હોમાયું છે! હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે રાજ્યભરમાં ડીઝલની અછત શરૂ થઈ ગઈ છે, જેના લીધે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ૫૦ ટકા કોમર્શિયલ વાહનો રોડ પરથી હટી ગયા છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશને આગામી દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત અને મોંઘવારી વધવાની ગંભીર ચેતવણી આપી છે!

ટ્રમ્પ દ્વારા શેર કરાયેલી તસવીરમાં તેઓ અમેરિકન નૌસેનાના એક એડમિરલ સાથે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ કેપ પહેરીને તોફાની દરિયા અને વીજળીના કડાકા વચ્ચે નૌસેનાના જહાજ પર ઉભેલા જોવા મળે છે. તસવીરના બેકગ્રાઉન્ડમાં ઈરાની જહાજો પણ નજરે પડે છે, જેને સંભવિત ટકરાવના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન Narendra Modiની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન ભારત અને નેધરલેન્ડ વચ્ચેના સંબંધોને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના નવા સ્તરે લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે હોર્મુજ સ્ટ્રેટ, પશ્ચિમ એશિયાના સંઘર્ષ, રક્ષા સહકાર, સેમીકન્ડક્ટર અને ગ્રીન એનર્જી સહિતના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.