સતત બીજા દિવસે ભારતીય ક્રૂવાળા જહાજ પર હુમલો: ઓમાનના કિનારે MT જલવીર પર આગ, અમેરિકી હુમલામાં 3 ભારતીયોના મોતની પુષ્ટિ



સતત બીજા દિવસે ભારતીય ક્રૂવાળા જહાજ પર હુમલો: ઓમાનના કિનારે MT જલવીર પર આગ, અમેરિકી હુમલામાં 3 ભારતીયોના મોતની પુષ્ટિ



ઓમાન: ઓમાનના દરિયાકાંઠે ગુરુવારે ભારતીય ક્રૂવાળા જહાજ MT જલવીર પર હુમલો થયો હતો, જેના કારણે જહાજમાં આગ લાગી ગઈ હતી. હાલ સુધી હુમલો કોણે કર્યો તેની સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. ઘટના બાદ ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તે સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આ પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક બુધવારે થયેલા એક અલગ ઘટનામાં તેલ ટેન્કર ‘MT સેત્તેબેલ્લો’ પર અમેરિકી હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત થયા હોવાનું પુષ્ટિ થયું છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં બે મૃતદેહો મળી આવ્યા છે અને શોધખોળ કામગીરી ચાલુ છે.
અમેરિકી સેનાના દાવા મુજબ ‘સેત્તેબેલ્લો’ ઈરાની તેલ લઈ જઈ રહ્યું હતું અને અનેક ચેતવણીઓની અવગણના કરવામાં આવી હતી, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી. આ અઠવાડિયે ભારતીય ક્રૂવાળા જહાજોને નિશાન બનાવવામાં આવવાની આ બીજી ઘટના છે.
આ પહેલાં સોમવારે પણ અમેરિકી હુમલામાં ‘ધ મેરિવક્સ’ નામના તેલ ટેન્કરને નુકસાન થયું હતું, જેમાં 24 ભારતીય નાવિકો સવાર હતા. જોકે તે ઘટનામાં ઓમાનની સેનાએ તમામ ક્રૂને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.




