
ગાંધીનગર: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી (TDO) સંવર્ગમાં મહત્વનો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. 19 ઓગસ્ટ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ રાજ્યના વિવિધ તાલુકાઓમાં ફરજ બજાવતા 30 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2ના 8 અધિકારીઓને TDO તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે. સરકારના...

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે “૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ”ના ઉપલક્ષમાં મહત્વપૂર્ણ મીડિયા સંવાદ યોજાયો હતો. રાજ્યના આરોગ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારની વિકાસયાત્રા અને જનકલ્યાણ યોજનાઓની સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

Gujarat Government: ગુજરાત વહીવટી સેવામાં ક્લાસ-1ના કુલ 68 અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં સિનિયર સ્કેલના 16 ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જ્યારે જુનિયર સ્કેલના 52 અધિકારીઓને સિનિયર બનાવીને પ્રમોટ કરવામાં આવ્યા છે.

Gujarat Cabinet Meeting: ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે થોડા દિવસ પહેલાં વડાપ્રધાન મોદીએ ઊર્જા બચાવવાની વાતને લઈને વર્ક ફ્રોમ હોમ કરવાની અપીલ કરી હતી. તો આ મુદ્દાની ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી.

અમદાવાદ: ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસના હેતુથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિના આગમન પ્રસંગે એરપોર્ટ પર રાજ્યના પ્રોટોકોલ મુજબ તેમનું ખૂબ જ ઉષ્માભર્યું અને ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના સ્વાગત માટે એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ...