ગુજરાત વહીવટી સેવામાં 68 અધિકારીઓની બદલી-બઢતી, 16 ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી



ગુજરાત વહીવટી સેવામાં 68 અધિકારીઓની બદલી-બઢતી, 16 ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી



Gujarat Government: ગુજરાત વહીવટી સેવામાં ક્લાસ-1ના કુલ 68 અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં સિનિયર સ્કેલના 16 ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જ્યારે જુનિયર સ્કેલના 52 અધિકારીઓને સિનિયર બનાવીને પ્રમોટ કરવામાં આવ્યા છે.
GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી
આ ફેરબદલમાં CMO કાર્યાલયમાં ફરજ બજાવતા અગ્રણી અધિકારીઓ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના નિવાસી અધિક કલેક્ટરો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકોને પણ બદલવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા જાહેર કરાયેલા આ હુકમમાં બનાસકાંઠા, કચ્છ-ભુજ, અમદાવાદ, આણંદ, ખેડા અને સુરત ખાતે નવી જગ્યાઓ ઊભી કરીને કલેક્ટર કક્ષાના અધિકારીઓની તાકીદે વરણી કરવામાં આવી છે.




