Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત કેબિનેટ બેઠકમાં વર્ક ફ્રોમ હોમની ચર્ચા, જાણો પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું...

Gujarat Cabinet Meeting: ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે થોડા દિવસ પહેલાં વડાપ્રધાન મોદીએ ઊર્જા બચાવવાની વાતને લઈને વર્ક ફ્રોમ હોમ કરવાની અપીલ કરી હતી. તો આ મુદ્દાની ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી.
Admin
AdminUpdated on: 15 May 2026 06:34 PM IST
ગુજરાત કેબિનેટ બેઠકમાં વર્ક ફ્રોમ હોમની ચર્ચા, જાણો પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું...ગુજરાત કેબિનેટ બેઠકમાં વર્ક ફ્રોમ હોમની ચર્ચા, જાણો પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું...

Gujarat Cabinet Meeting: ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે થોડા દિવસ પહેલાં વડાપ્રધાન મોદીએ ઊર્જા બચાવવાની વાતને લઈને વર્ક ફ્રોમ હોમ કરવાની અપીલ કરી હતી. તો આ મુદ્દાની ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વર્ક ફ્રોમ હોમ અંગે જણાવ્યુ હતુ કે, રાજ્યની કેબિનેટ બેઠકમાં આજે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કેટલીક બાબતોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. 

બેઠકમાં ખાસ કરીને સરકારી કર્મચારીઓ માટે “વર્ક ફ્રોમ હોમ”ની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સરકારના વિભાગોએ પોતાની જરૂરિયાત મુજબ કામગીરી સુનિશ્ચિત કરવી જોઈએ તેવો અભિગમ બેઠકમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર પરિસ્થિતિને આધારે યોગ્ય નિર્ણય લેશે. આ સાથે જ વિભાગોના વડાઓને પોતાની વિવેકબુદ્ધિ અને વિભાગની જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ અંગે નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી શકે છે.

આ ઉપરાંત સરકારે વીડિયો કોન્ફરન્સિંગ (VC), ટેલિફોન અને આધુનિક ટેક્નોલોજીના માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવાનો પણ નિર્ણય લીધો છે, જેથી સરકારી કામગીરી અસરકારક રીતે ચાલુ રહી શકે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.