
Gujarat Liquor Drive: ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસ હવે વધુ આક્રમક કાર્યવાહી કરશે. રાજ્યના પોલીસ વડા DGP જી.એસ. મલિકે દારૂને લઈને રાજ્યવ્યાપી ડ્રાઈવ હાથ ધરવા માટે પોલીસ તંત્રને મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. DGP જી.એસ. મલિકે રાજ્યના પોલીસ અધિકારીઓને દેશી અને વિદેશી દારૂના ગેરકાયદેસર સ્થળો પર મહત્તમ રેડ કરવા સૂચના આપી છે. દારૂ ક્યાંથી આવે છે અને ક્યાં તેનું ઉત્પાદન...

Gujarat Police 112 Emergency Service: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં રાજ્યના તમામ પોલીસ કમિશનરશ્રીઓ, રેન્જ વડાશ્રીઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે આજે પોલીસ ભવન ખાતેથી કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને ઈમરજન્સી સેવા 112 અને તેના રિસ્પોન્સ ટાઇમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઈમરજન્સી રિસ્પોન્સ...

રાજ્યના DGP જી.એસ. મલિકે ગુનાખોરી નિયંત્રણ, સાઇબર ક્રાઇમ, ટ્રાફિક વ્યવસ્થા અને ડ્રગ્સ વિરોધી અભિયાનને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. લોકભાગીદારીથી CCTV નેટવર્ક વધારવા, કન્વિક્શન રેટ સુધારવા અને પોલીસ જવાનોના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવાની પણ તેમણે વાત કરી હતી.

ગુજરાત સરકારે રાજ્યના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી. એસ. મલિકને રાજ્યના નવા કાયમી DGP તરીકે નિયુક્ત કર્યા છે. લાંબા સમયથી ઇન્ચાર્જ DGP તરીકે કામગીરી ચાલી રહી હતી, જેનો હવે અંત આવ્યો છે.

ગુજરાત સરકારે રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જી. એસ. મલિકની નિમણૂક કરી છે. છેલ્લા પાંચ મહિનાથી ડીજીપીનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા કે. એલ. એન. રાવ હવે CID ક્રાઈમ અને જેલ વિભાગના ડીજી તરીકે યથાવત રહેશે.

અમદાવાદ: રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી તમામ શહેરના પોલીસ કમિશનર, તમામ જિલ્લા તથા રેન્જના વડા સાથે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Ahmedabad Metro DGP Travel: અમદાવાદમાં રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીએ મેટ્રોમાં મુસાફરી કરીને લોકોને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા પ્રેરિત કર્યા છે. ઇન્ચાર્જ ડીજીપી પોતાના નિવાસસ્થાનથી રાણીપ મેટ્રો સ્ટેશન પહોંચ્યા બાદ મેટ્રો મારફતે ગાંધીનગર પોલીસ ભવન સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મેટ્રો સેવા અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. કોટેશ્વર મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા મુસાફરી દરમિયાન ઇન્ચાર્જ ડીજીપીએ...