ગુજરાતમાં દારૂ વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, DGP જી.એસ. મલિકે આપ્યો રાજ્યવ્યાપી ડ્રાઈવનો આદેશ

Gujarat Liquor Drive: ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસ હવે વધુ આક્રમક કાર્યવાહી કરશે. રાજ્યના પોલીસ વડા DGP જી.એસ. મલિકે દારૂને લઈને રાજ્યવ્યાપી ડ્રાઈવ હાથ ધરવા માટે પોલીસ તંત્રને મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. DGP જી.એસ. મલિકે રાજ્યના પોલીસ અધિકારીઓને દેશી અને વિદેશી દારૂના ગેરકાયદેસર સ્થળો પર મહત્તમ રેડ કરવા સૂચના આપી છે. દારૂ ક્યાંથી આવે છે અને ક્યાં તેનું ઉત્પાદન...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Gujarat Liquor Drive: ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસ હવે વધુ આક્રમક કાર્યવાહી કરશે. રાજ્યના પોલીસ વડા DGP જી.એસ. મલિકે દારૂને લઈને રાજ્યવ્યાપી ડ્રાઈવ હાથ ધરવા માટે પોલીસ તંત્રને મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. DGP જી.એસ. મલિકે રાજ્યના પોલીસ અધિકારીઓને દેશી અને વિદેશી દારૂના ગેરકાયદેસર સ્થળો પર મહત્તમ રેડ કરવા સૂચના આપી છે. દારૂ ક્યાંથી આવે છે અને ક્યાં તેનું ઉત્પાદન થાય છે તેની માહિતી મેળવી આવા સ્થળોને શોધીને દરોડા પાડવા પણ પોલીસને આદેશ આપવામાં આવ્યો છે.

દારૂના ઉત્પાદન સ્થળો શોધી રેડ કરવા આદેશ
રાજ્યમાં ગેરકાયદેસર દારૂના નેટવર્કને તોડવા માટે માત્ર વેચાણના સ્થળો સુધી કાર્યવાહી મર્યાદિત ન રાખતા દારૂના ઉત્પાદન અને સંગ્રહના સ્થળો શોધવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. પોલીસને બાતમીદારો અને સ્થાનિક સ્તરે મળતી માહિતીના આધારે ગેરકાયદેસર દારૂના ઉત્પાદન સ્થળો શોધી ત્યાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

નકલી દારૂ મામલે ગુજરાત પોલીસ એલર્ટ
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન નકલી દારૂના મુદ્દે પણ ગુજરાત પોલીસને ખાસ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. નકલી દારૂના કારણે લોકોના જીવને જોખમ ઊભું થઈ શકે છે ત્યારે આવા કિસ્સાઓ સામે સમયસર કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સક્રિય રહેવા જણાવાયું છે.

રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી તેજ બનશે
DGPના આદેશ બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં દારૂ વિરુદ્ધ પોલીસની કામગીરી વધુ તેજ બનવાની શક્યતા છે. દેશી-વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ રાજ્યવ્યાપી ડ્રાઈવનો મુખ્ય હેતુ ગેરકાયદેસર દારૂના નેટવર્ક પર કડક પ્રહાર કરવો અને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવવાનો છે.