
Surat: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા આકાશ રો-હાઉસમાં ઈકો કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં આગ લાગ્યાની જાણ થતાં પાંડેસરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અમદાવાદના ઇસનપુર-નારોલ હાઇવે પર આવેલી બાલાજી એસ્ટેટમાં આજે અચાનક ભીષણ આગની ઘટના સર્જાતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. નેલ પોલિશ બનાવતી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આ આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી.

જામનગરના ગુલાબનગર ડમ્પિંગ પોઇન્ટ ખાતે છેલ્લા ત્રણ દિવસથી ભભૂકી રહેલી આગ હવે મોટા ભાગે કાબૂમાં આવી ગઈ છે. ફાયર બ્રિગેડની સતત અને લાંબી કામગીરી બાદ હાલ સ્થળ પર કુલિંગ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે, જેથી આગ ફરી ભભૂકી ન ઉઠે.

અમદાવાદમાં આવેલા જીવરાજ પાર્કમાં સહજાનંદ ટાવરમાં આજે સવારે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોત જોતામાં આગ એટલી વિકરાટ હતી કે તેના આગના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ત્યારે ફાયર વિભાગને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સંહજાનંદ ટાવરના અંદર રહેતા રહેવાસીઓને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. આગ કેમ લાગી હતી તેની તપાસ હાલ ચાલુ છે.