Get News Alerts

Never miss breaking news updates.

ઇસનપુર-નારોલ હાઇવે પર બાલાજી એસ્ટેટમાં ભીષણ આગની ઘટના

અમદાવાદના ઇસનપુર-નારોલ હાઇવે પર આવેલી બાલાજી એસ્ટેટમાં આજે અચાનક ભીષણ આગની ઘટના સર્જાતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. નેલ પોલિશ બનાવતી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આ આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 13 Jun 2026 03:28 PM IST
ઇસનપુર-નારોલ હાઇવે પર બાલાજી એસ્ટેટમાં ભીષણ આગની ઘટનાઇસનપુર-નારોલ હાઇવે પર બાલાજી એસ્ટેટમાં ભીષણ આગની ઘટના

અમદાવાદ અમદાવાદના ઇસનપુર-નારોલ હાઇવે પર આવેલી બાલાજી એસ્ટેટમાં આજે આગની ઘટના સર્જાઈ હતી. એસ્ટેટની 55 નંબરની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

આ ફેક્ટરી નેલ પોલિશ બનાવતી કેમિકલ કંપની હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં ધુમાડાનો ગોળો છવાઈ ગયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાની નોંધાઈ નથી. પોલીસે અને ફાયર વિભાગે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.