Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં ગુલાબનગર ડમ્પિંગ પોઇન્ટની આગ પર ત્રીજા દિવસે કાબૂમાં

જામનગરના ગુલાબનગર ડમ્પિંગ પોઇન્ટ ખાતે છેલ્લા ત્રણ દિવસથી ભભૂકી રહેલી આગ હવે મોટા ભાગે કાબૂમાં આવી ગઈ છે. ફાયર બ્રિગેડની સતત અને લાંબી કામગીરી બાદ હાલ સ્થળ પર કુલિંગ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે, જેથી આગ ફરી ભભૂકી ન ઉઠે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 May 2026 02:49 PM IST
જામનગરમાં ગુલાબનગર ડમ્પિંગ પોઇન્ટની આગ પર ત્રીજા દિવસે કાબૂમાંજામનગરમાં ગુલાબનગર ડમ્પિંગ પોઇન્ટની આગ પર ત્રીજા દિવસે કાબૂમાં

જામનગર,: જામનગરના ગુલાબનગર ડમ્પિંગ પોઇન્ટ ખાતે છેલ્લા ત્રણ દિવસથી સળગી રહેલી આગ પર હવે મોટા ભાગે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા સતત જારી રાખવામાં આવેલી ભારે મહેનત બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે.

ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણ રીતે ઓલવવા માટે કુલિંગ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવ્યું છે, જેથી કોઈપણ હોટસ્પોટ ફરી સક્રિય ન થાય.

મળતી માહિતી મુજબ, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જામનગર ફાયર બ્રિગેડે અંદાજે 55 જેટલા ફાયર ફાઈટર (ટેન્ડર રાઉન્ડ) દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

હાલ સ્થળ પર ફાયર વિભાગની 5 ગાડીઓ સતત તૈનાત રાખવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

પાણીનો પુરવઠો અવિરત મળી રહે તે માટે ફાયર બ્રિગેડે ગુલાબનગર પાણીના ટાંકા થી ડમ્પિંગ પોઇન્ટ સુધી અંદાજે 300 મીટર લાંબી પાઈપલાઈન બિછાવી છે, જેના માધ્યમથી સતત પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, સંપૂર્ણ રીતે આગ ઠંડકમાં આવે ત્યાં સુધી કુલિંગ કામગીરી યથાવત રાખવામાં આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.