
મંગળવારના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 76,500ના સ્તરને પાર કરી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 24,000ના માઈલસ્ટોનની નજીક પહોંચી ગયો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 76,586 સુધી ગયો હતો, જ્યારે નિફ્ટી 23,944ના સ્તર સુધી પહોંચ્યો હતો.

દેશભરના કરોડો લોનધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વિના તેને 5.25 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. RBIના આ નિર્ણયથી હોમ લોન, કાર લોન અને અન્ય ફ્લોટિંગ રેટ લોનની EMIમાં હાલ કોઈ વધારો નહીં થાય, જેના કારણે ગ્રાહકોને આર્થિક રાહત મળશે.

જૂન મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝાટકો લાગ્યો છે. 1 જૂન 2026થી દેશમાં અનેક નાણાકીય અને વહીવટી ફેરફારો અમલમાં આવ્યા છે. LPG સિલિન્ડરના ભાવવધારાથી લઈને કારના વધેલા ભાવ, બેંકિંગ નિયમોમાં ફેરફાર અને UPI ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવતા નવા નિયમો હવે લાગુ થઈ ગયા છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશમાં ટૂંક સમયમાં ‘પોલિમર નોટો’ એટલે કે પ્લાસ્ટિક નોટો રજૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ તૈયારી કરી રહી છે. આ નવી નોટો વધુ મજબૂત, પાણીપ્રૂફ અને લાંબા સમય સુધી ટકાઉ રહેશે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ, RBI આ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

ભારત દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો સોનાખરીદદાર દેશ છે. દેશમાં ઉપયોગમાં લેવાતું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરવામાં આવે છે અને તેની ચૂકવણી અમેરિકન ડોલરમાં કરવી પડે છે. નાણાકીય વર્ષ 2026 દરમિયાન ભારતે અંદાજે 72 બિલિયન ડોલર એટલે કે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું સોનું આયાત કર્યું હતું, જે અગાઉના વર્ષ કરતાં 24 ટકા વધુ હતું.