આજથી બદલાયા અનેક નિયમો: LPG મોંઘો, કાર ખરીદવી ખર્ચાળ, UPI અને બેંકિંગમાં પણ મોટા ફેરફાર



ફાઈલ ફોટો
આજથી બદલાયા અનેક નિયમો: LPG મોંઘો, કાર ખરીદવી ખર્ચાળ, UPI અને બેંકિંગમાં પણ મોટા ફેરફાર



ફાઈલ ફોટો
નવી દિલ્હી: 1 જૂન 2026થી દેશભરમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવ્યા છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં હવે કોમર્શિયલ સિલિન્ડર ₹53.50 મોંઘો થઈ ₹3113.50નો થયો છે. જ્યારે 5 કિલોના ‘છોટુ સિલિન્ડર’ની કિંમતમાં પણ ₹11નો વધારો કરવામાં આવ્યો છે. જોકે ઘરેલુ 14 કિલોના સિલિન્ડરના ભાવ યથાવત્ રાખવામાં આવ્યા છે.
વાહન ખરીદવા ઈચ્છતા ગ્રાહકોને પણ હવે વધુ ખર્ચ કરવો પડશે. મારુતિ સુઝુકીએ તેના વિવિધ મોડલ્સની કિંમતોમાં ₹30,000 સુધીનો વધારો અમલમાં મૂક્યો છે.
બેંકિંગ ક્ષેત્રમાં HDFC બેંકે પણ નવા નિયમો લાગુ કર્યા છે. હવે સિક્કા અને નાની નોટો જમા કરાવવા માટે માસિક મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત નાના UPI ટ્રાન્ઝેક્શન માટે SMS એલર્ટના નિયમોમાં પણ ફેરફાર કરાયો છે.
ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે NPCIએ નવી UPI સિસ્ટમ અમલમાં મૂકી છે. હવે કોઈપણ UPI પેમેન્ટ કરતા પહેલા લાભાર્થીના બેંક ખાતામાં નોંધાયેલું નામ સ્ક્રીન પર દેખાશે, જેથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થવાની શક્યતા ઘટશે.
આ ઉપરાંત રૂફટોપ સોલાર પેનલ માટે પણ નવા નિયમો લાગુ કરાયા છે. હવે સરકારી સબસિડીવાળા પ્રોજેક્ટ્સમાં માત્ર સરકાર માન્ય ALMM યાદીમાં સમાવિષ્ટ સોલાર પેનલોનો જ ઉપયોગ કરી શકાશે.
આ નવા નિયમોની સીધી અસર સામાન્ય ગ્રાહકો, વેપારીઓ, વાહન ખરીદદારો અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા કરોડો લોકો પર જોવા મળશે.




