Get News Alerts

Never miss breaking news updates.

ભારતીય શેરબજારમાં તેજી: સેન્સેક્સ 76,500 પાર, નિફ્ટી 24,000ની નજીક

મંગળવારના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 76,500ના સ્તરને પાર કરી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 24,000ના માઈલસ્ટોનની નજીક પહોંચી ગયો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 76,586 સુધી ગયો હતો, જ્યારે નિફ્ટી 23,944ના સ્તર સુધી પહોંચ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 Jun 2026 11:36 AM IST
ભારતીય શેરબજારમાં તેજી: સેન્સેક્સ 76,500 પાર, નિફ્ટી 24,000ની નજીકભારતીય શેરબજારમાં તેજી: સેન્સેક્સ 76,500 પાર, નિફ્ટી 24,000ની નજીક

ફાઈલ ફોટો

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરાર અને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલવાના નિર્ણય બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેના કારણે વૈશ્વિક બજારો સાથે ભારતીય માર્કેટમાં પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે.

મંગળવારના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 76,500ના સ્તરને પાર કરી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 24,000ના માઈલસ્ટોનની નજીક પહોંચી ગયો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 76,586 સુધી ગયો હતો, જ્યારે નિફ્ટી 23,944ના સ્તર સુધી પહોંચ્યો હતો.

ક્રૂડ ઓઇલમાં મોટો ઘટાડો, વૈશ્વિક ફુગાવાનો જોખમ ઘટ્યો

અમેરિકા-ઈરાન વચ્ચેના શાંતિ કરાર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અંદાજે 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલવાથી સપ્લાય ચેઇન સ્થિર થતાં બ્રેન્ટ ક્રૂડ લગભગ $80 અને WTI $81 પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

રૂપિયો મજબૂત થયો

ક્રૂડ ઓઇલ સસ્તું થતાં ભારતના આયાત બિલ પર સકારાત્મક અસર પડી છે. પરિણામે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 8 પૈસા મજબૂત થઈ 94.63 પર ખૂલ્યો હતો.

શેરોમાં જબરદસ્ત ખરીદી

બજારમાં લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ તમામ સેગમેન્ટમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો.

લાર્જકેપ: HCL ટેકમાં 3% અને બજાજ ફાઇનાન્સમાં 2%થી વધુ વધારો
મિડકેપ: સુઝલોન એનર્જી, GMR એરપોર્ટ, ડિક્સન ટેકનોલોજી અને યસ બેંકના શેરોમાં તેજી
સ્મોલકેપ: લાલ પાથ લેબમાં 7%નો ઉછાળો, PGEL અને IIFLમાં પણ મજબૂત વધારો


બજાર તેજીના મુખ્ય કારણો
અમેરિકા-ઈરાન શાંતિ કરાર અને વૈશ્વિક સ્થિરતા
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
RBI દ્વારા વિદેશી રોકાણકારોને સીધા શેર ખરીદવાની મંજૂરી
ટેક્સ રાહત અને બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણમાં વધારો

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.