
Surat Ragging Case: સુરતમાં સામે આવેલા રેગિંગ કેસ અંગે એન્ટી રેગિંગ કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મેડિકલ કોલેજોમાં રેગિંગના મામલે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ મુજબ અમલમાં રહેલી વ્યવસ્થા પ્રમાણે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રેગિંગ કેસમાં સ્વતંત્ર કમિટી કરશે કાર્યવાહી સુરતની રેગિંગ ઘટનામાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા સમગ્ર મામલાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કમિટીમાં પોલીસના પી.આઈ....

Chandipura Virus Jamnagar: જામનગરમાં ચાંદીપુરા વાયરસને લઈને જી.જી. હોસ્પિટલ તરફથી મહત્વની માહિતી સામે આવી છે. હોસ્પિટલના વિભાગીય વડા ડૉ. સોનલ શાહે ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓ અંગે અપડેટ આપતા જણાવ્યું છે કે હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. 12માંથી 11 કેસ નેગેટિવ જી.જી. હોસ્પિટલમાં નોંધાયેલા 12 શંકાસ્પદ કેસમાંથી 11 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક કેસ પોઝિટિવ આવ્યો...

રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 4 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક શંકાસ્પદ દર્દીના સેમ્પલ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.

જામનગરમાં ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. શહેરના બે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક બાળકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ ત્રણેય બાળકોની હાલત ગંભીર છે. આરોગ્ય વિભાગે માતા-પિતાને બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ આવવી અથવા અન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.

અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. મેઘરજ તાલુકાના જાલમપુર ગામની બે વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકીની તબિયત પર તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે અને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

Chandipura Virus Gujarat: રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે જરૂરી સૂચનાઓ...