જામનગરમાં ચાંદીપુરા વાયરસને લઈને મહત્વના સમાચાર, 12 શંકાસ્પદ કેસ નોંધાયા


જામનગરમાં ચાંદીપુરા વાયરસને લઈને મહત્વના સમાચાર, 12 શંકાસ્પદ કેસ નોંધાયા


Chandipura Virus Jamnagar: જામનગરમાં ચાંદીપુરા વાયરસને લઈને જી.જી. હોસ્પિટલ તરફથી મહત્વની માહિતી સામે આવી છે. હોસ્પિટલના વિભાગીય વડા ડૉ. સોનલ શાહે ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓ અંગે અપડેટ આપતા જણાવ્યું છે કે હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા હતા.
12માંથી 11 કેસ નેગેટિવ
જી.જી. હોસ્પિટલમાં નોંધાયેલા 12 શંકાસ્પદ કેસમાંથી 11 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક કેસ પોઝિટિવ આવ્યો હતો. ધ્રોલના રાજપરા ગામથી સારવાર માટે લાવવામાં આવેલા બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું ત્યારે બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જણાવાયું હતું. સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.
હાલ બે દર્દીઓ સારવાર હેઠળ
હોસ્પિટલના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં બે દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે હાલમાં બે દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. જી.જી. હોસ્પિટલના વિભાગીય વડા ડૉ. સોનલ શાહે સારવાર હેઠળના દર્દીઓની સ્થિતિ અંગે પણ માહિતી આપી હતી.
ચાંદીપુરાને લઈને આરોગ્ય તંત્ર સતર્ક
જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર અને હોસ્પિટલ દ્વારા દર્દીઓની તપાસ અને સારવાર અંગે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સ્થિતિ સુધારા પર હોવાનું તબીબે જણાવ્યું છે.




