
ગાંધીનગરથી સુરત સુધીની મુસાફરી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરી મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ તેમની સાથે જોડાયા હતા, જેને લઈને રાજ્યના વિકાસ અને ઝડપી રેલ પરિવહન વ્યવસ્થાનો સંદેશ ફરી એકવાર મજબૂત બન્યો છે.

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા કીડિયાબેટ ખાતે પોલીસએ મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઝીંગા તળાવની આડમાં ગેરકાયદેસર બાયોડીઝલ અને જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં 3,200 લિટર બાયોડીઝલ ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદ શહેરમાં રાણીપમાં બીઆરટીએસ અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેમા બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માત થતા આસપાસના લોક તાત્કાલિક બાઈક સવારની મદદ દોડી આવી ગયા હતા. અને 108ને ફોન કરવામાં આવ્યો હતો. આ જોતા પોલીસને આ સમગ્ર માહિતીની જાણ થઈ ત્યારે તેઓ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામમાં દીપડાના હુમલાથી ભારે દહેશત ફેલાઈ છે. વહેલી સવારે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર દીપડાએ જીવલેણ હુમલો કરતા તેને બચાવવા આવેલા બે અન્ય લોકો પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. ઘટનામાં ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.