
મુખ્યમંત્રીએ આંગણવાડીની મૂલાકાત લઈને બાળકોને ફળ અને સુખડીનું વિતરણ અને ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા આંગણવાડી કાર્યકર અને આશા વર્કરનું સન્માન કર્યુ અને પોષણ ચેમ્પીયન એવોર્ડ આપ્યા.

Ambli Bopal Ghuma Shela Waterlogging: અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન સર્જાતી જળભરાવની સમસ્યાને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે 18 ઇંચ જેટલા પડેલા વરસાદના પગલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ આંબલી, બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં સર્જાયેલ જળભરાવની સમસ્યાનાની ગંભીર નોંધ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો અને જાહેર રસ્તાઓ પરના અનધિકૃત પાર્કિંગ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા માટે ડમરૂ સર્કલ, કારગીલ પેટ્રોલ પંપ, હાઇકોર્ટ, ગોતા ચાર રસ્તા, પકવાન, જજીસ બંગલો, માનસી સર્કલ, વસ્ત્રાપુર તળાવ અને બોપલ BRTS સહિતના વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરાઈ હતી.

Ahmedabad Rain Update: અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જોકે શહેર હવે ધીમે-ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરભરમાં રાહત, સફાઈ અને પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. AMCના જણાવ્યા અનુસાર, શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન,...

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ચકચારજનક ઘટના સામે આવી છે. માથાભારે અને અનેક ગંભીર ગુનાઓમાં આરોપી રહેલા મહાવીરસિંહ સિંધવનું પોલીસથી બચવાના પ્રયાસ દરમિયાન ચોથા માળેથી પટકાતા મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.