અમદાવાદમાં ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણો સામે AMCની કાર્યવાહી, 18 વાહનો લોક કરી રૂ.15 હજારનો દંડ વસૂલ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો અને જાહેર રસ્તાઓ પરના અનધિકૃત પાર્કિંગ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા માટે ડમરૂ સર્કલ, કારગીલ પેટ્રોલ પંપ, હાઇકોર્ટ, ગોતા ચાર રસ્તા, પકવાન, જજીસ બંગલો, માનસી સર્કલ, વસ્ત્રાપુર તળાવ અને બોપલ BRTS સહિતના વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરાઈ હતી.
Rahul Desai
Rahul Desai
અમદાવાદમાં ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણો સામે AMCની કાર્યવાહી, 18 વાહનો લોક કરી રૂ.15 હજારનો દંડ વસૂલ્યોઅમદાવાદમાં ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણો સામે AMCની કાર્યવાહી, 18 વાહનો લોક કરી રૂ.15 હજારનો દંડ વસૂલ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો અને જાહેર રસ્તાઓ પરના અનધિકૃત પાર્કિંગ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા માટે ડમરૂ સર્કલ, કારગીલ પેટ્રોલ પંપ, હાઇકોર્ટ, ગોતા ચાર રસ્તા, પકવાન, જજીસ બંગલો, માનસી સર્કલ, વસ્ત્રાપુર તળાવ અને બોપલ BRTS સહિતના વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરાઈ હતી.

કાર્યવાહી દરમિયાન જાહેર રસ્તા પર ગેરકાયદેસર પાર્ક કરાયેલા 18 વાહનોને લોક કરવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ સ્થળોએથી છતવાળી લારીઓ, લારીઓ-કાઉન્ટર, પ્લાસ્ટિકના સ્ટૂલ, ટેબલ, ખુરશીઓ, જાહેરાત બોર્ડ, બેનર-પતાકા અને અન્ય પરચૂરણ સામાન સહિતનો જથ્થો જપ્ત કરી ગોડાઉનમાં જમા કરવામાં આવ્યો હતો. કાર્યવાહી અંતર્ગત રૂ.15 હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.

AMC દ્વારા વાહનચાલકોને જાહેર રસ્તાઓ પર વાહન પાર્ક ન કરવા તેમજ સંબંધિત બિલ્ડિંગમાં ફાળવવામાં આવેલી નિર્ધારિત પાર્કિંગ જગ્યાનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત ડમરૂ સર્કલથી કારગીલ પેટ્રોલ પંપ સુધીની અલગ કાર્યવાહીમાં પણ લારીઓ, સ્ટૂલ, ટેબલ, ખુરશીઓ, વજનકાંટા, બેટરી, ટૂલ્સ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

ઈલેવન વોર્ડ વિસ્તારમાં ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 228 હેઠળ વિવાંઝાથી એસ.પી. રિંગ રોડ તરફ જતા 30 મીટર પહોળા માર્ગ પર ઝાંખરા-ઝાડીઓ દૂર કરી આશરે 500 મીટર રસ્તો ખુલ્લો કરાયો હતો.

AMCએ જણાવ્યું છે કે જાહેર રસ્તા, ફૂટપાથ, ટી.પી. માર્ગો અને મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટ પરના દબાણો સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે.