
Surat Breaking: સુરતના ગોડાદરા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. યુવકના મોટા ભાઈને સંબંધની જાણ થતાં તેણે સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ છે.

Bhavnagar Laththa Kand: ભાવનગરમાં ચકચાર મચાવનાર લઠ્ઠાકાંડ મામલે તપાસ કરી રહેલી ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે....

Dhandhuka Police : અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં ગેરકાયદે દારૂના નેટવર્ક સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.

Dahod Stone Pelting Case: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન દાહોદમાં યોજાયેલી રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે કુલ 14 ઈસમો વિરુદ્ધ નામજોગ અને અન્ય આશરે 200 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રેલી દરમિયાન મામલો ગરમાયો મળતી માહિતી મુજબ, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું...

રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ મારફતે જામનગર મોકલવાનો બ્રાસ સ્ક્રેપનો જથ્થો બારોબાર સગેવગે કરવાની ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદમાં રહેતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી અંદાજે ₹2.21 કરોડની કિંમતનો 23 ટન જેટલો બ્રાસ સ્ક્રેપ અને ટ્રક કબજે કરવામાં આવ્યો છે. જ્યારે મૂળ ટ્રકના ચાલક અને ક્લીનરની શોધખોળ હાથ ધરાઈ છે.

બિહાર આર્થિક અપરાધ એકમ (EOU)એ બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની શિક્ષક ભરતી પરીક્ષા TRE-3ના કથિત પેપર લીક કેસમાં એક ડૉક્ટરની ધરપકડ કરી છે. આ કેસની ચાલી રહેલી તપાસમાં આ એક મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં EOU દ્વારા કુલ 296 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સંગઠિત સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી કરતાં દિલ્હી પોલીસના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સાયબર પોલીસ સ્ટેશને ‘મ્યૂલ એકાઉન્ટ સિન્ડિકેટ’નો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દેશ અને વિદેશમાં સક્રિય સાયબર ગુનેગારોને કંપનીઓના બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવતું હતું, જેનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડી અને અન્ય સાયબર ગુનાઓમાં થતો હતો.

અસમના કછાર જિલ્લામાં રોડ બનાવવાના એક કારખાનામાં થયેલા ભયાનક વિસ્ફોટના મામલે પોલીસે કારખાનાના માલિક સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નિર્દેશ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.