રાજકોટમાં ₹2.21 કરોડના બ્રાસ સ્ક્રેપની સગેવગેનો પર્દાફાશ, ત્રણ આરોપીની ધરપકડ

રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ મારફતે જામનગર મોકલવાનો બ્રાસ સ્ક્રેપનો જથ્થો બારોબાર સગેવગે કરવાની ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદમાં રહેતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી અંદાજે ₹2.21 કરોડની કિંમતનો 23 ટન જેટલો બ્રાસ સ્ક્રેપ અને ટ્રક કબજે કરવામાં આવ્યો છે. જ્યારે મૂળ ટ્રકના ચાલક અને ક્લીનરની શોધખોળ હાથ ધરાઈ છે.
Rahul Desai
Rahul Desai
રાજકોટમાં ₹2.21 કરોડના બ્રાસ સ્ક્રેપની સગેવગેનો પર્દાફાશ, ત્રણ આરોપીની ધરપકડરાજકોટમાં ₹2.21 કરોડના બ્રાસ સ્ક્રેપની સગેવગેનો પર્દાફાશ, ત્રણ આરોપીની ધરપકડ

રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ મારફતે જામનગર મોકલવાનો બ્રાસ સ્ક્રેપનો જથ્થો બારોબાર સગેવગે કરવાની ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદમાં રહેતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી અંદાજે ₹2.21 કરોડની કિંમતનો 23 ટન જેટલો બ્રાસ સ્ક્રેપ અને ટ્રક કબજે કરવામાં આવ્યો છે. જ્યારે મૂળ ટ્રકના ચાલક અને ક્લીનરની શોધખોળ હાથ ધરાઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હીથી રાજકોટ આવેલા ટ્રકમાં જામનગરના અલગ-અલગ વેપારીઓનો બ્રાસ સ્ક્રેપ ભરેલો હતો. રાજકોટમાં સ્થાનિક પાર્ટીનો માલ ઉતાર્યા બાદ બાકીનો માલ જામનગર પહોંચાડવાનો હતો. જોકે, દિવસ દરમિયાન હેવી વાહનોની પ્રવેશબંધી હોવાનું બહાનું બનાવી રાત્રે માલ મોકલવાની વાત કરવામાં આવી હતી.

આ દરમિયાન આરોપીઓએ જામનગર પહોંચાડવાના બદલે અન્ય ટ્રક બોલાવી બ્રાસ સ્ક્રેપનો જથ્થો બારોબાર વહેંચી દેવાનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં માલને અડધી કિંમતમાં વેચી દેવાની ફિરાકમાં હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, માલ સગેવગે થાય તે પહેલાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.

ACP ભાવેશ જાધવે જણાવ્યું કે, સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે આશરે ₹2.37 કરોડની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મહમદ આશીફ હાસ્મી અને રિઝવાન પઠાણની સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ મહમદ હાસ્મીના ભાઈ મોહમદ શેખ ઉર્ફે ઇમરાનની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે બ્રાસ સ્ક્રેપનો મોટો જથ્થો રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.