Dhandhuka Police ની મોટી કાર્યવાહી, જમીનમાં દાટેલો 630 બોટલ દારૂનો જથ્થો ઝડપ્યો

Dhandhuka Police : અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં ગેરકાયદે દારૂના નેટવર્ક સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
Growth Now News
Growth Now News
Dhandhuka PoliceDhandhuka Police

Dhandhuka Police

Dhandhuka Police ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોન્સ્ટેબલ મેહુલભાઈને ગેરકાયદે દારૂના જથ્થા અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે PI કે.એસ. ચાવડા અને તેમની ટીમે જાળીયા ગામના સતવારા ફળિયામાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી જગદીશસિંહ ઝાલાના ઘર નજીક આવેલા ખુલ્લા ફળિયામાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જમીન ખોદીને પ્લાસ્ટિકના કેરબા સંતાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જમીન ખોદતા કુલ 15 પ્લાસ્ટિકના કેરબા મળી આવ્યા હતા.

દારૂની સાથે બીયરનો પણ જથ્થો મળી આવ્યો

પોલીસે કેરબા બહાર કાઢીને તપાસ કરતા તેની અંદર વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 630 બોટલ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે જપ્ત કરેલા દારૂ સહિતના મુદ્દામાલની કુલ કિંમત રૂ. 2.50 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. દારૂનો આટલો મોટો જથ્થો જમીનમાં દાટીને કેમ અને કોના માટે રાખવામાં આવ્યો હતો તે અંગે હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી જગદીશસિંહ ઝાલાની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય કોની સંડોવણી છે તેને લઈ તપાસ શરૂ કરાઈ

આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ, દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. આ રેડ દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેની સાથે સંડોવાયેલા અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પણ પોલીસે તપાસ તેજ કરી છે. ધંધુકા પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદે દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ચોક્કસ બાતમીના આધારે થયેલી આ કાર્યવાહીમાં જમીનમાં દાટીને છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાતા પોલીસની સતર્કતા સામે આવી છે. હવે આગળની તપાસમાં આ દારૂના નેટવર્કની કડીઓ ક્યાં સુધી પહોંચે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.