
Indian Coast Guard Har Ghar Tiranga Campaign: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય તટરક્ષક દળ (ICG)ના રિજનલ હેડક્વાર્ટર (નોર્થ-વેસ્ટ) અને તેની હેઠળની વિવિધ યુનિટ્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 9થી 17 ઓગસ્ટ 2026 દરમિયાન ઓખાથી વેરાવળ સુધી યોજાયેલા આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા, દેશભક્તિની ભાવના અને તટીય...

CM Yogi: સ્વાતંત્ર્ય દિવસના અવસરે ઉત્તર પ્રદેશમાં દેશભક્તિ અને રાષ્ટ્રસેવાના ભાવ સાથે ભવ્ય રાજકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક વિધાન ભવન સામે યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. આ દરમિયાન દેશની રક્ષા અને સન્માન માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર વીર જવાનો તથા શહીદોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Jamnagar: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન જામનગરમાં દેશભક્તિ સાથે હેરિટેજ અને જૂની યાદોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર 1946થી 1980ના સમયગાળાની વિન્ટેજ કારોની રેલી નીકળી હતી. તિરંગાથી શણગારેલી દાયકાઓ જૂની કારોએ નગરજનોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

Jamnagar: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર જામનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. આ દરમિયાન શહેરની રતનબાઈ મસ્જિદ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મસ્જિદ પરિસરમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Sonia Gandhi Vande Mataram Viral Video: 80મા સ્વતંત્રતા દિવસના અવસરે કૉંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયમાં ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન બનેલી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપે આ વીડિયોને લઈને કૉંગ્રેસ પર રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના અપમાનનો આરોપ લગાવ્યો છે. જોકે, કૉંગ્રેસે આ આરોપોને નકારી કાઢ્યા છે અને વંદે માતરમનું ગાન અટકાવવાનો કોઈ પ્રયાસ થયો ન હોવાનું...

Adiyogi Statue Tricolor Lighting: ભારતના 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ તમિલનાડુના કોયંબતૂર સ્થિત ઈશા યોગ સેન્ટરમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. અહીં સ્થાપિત 112 ફૂટ ઊંચી આદિયોગીની પ્રતિમા તિરંગાના રંગોમાં ઝળહળી ઉઠી હતી. કેસરિયા, સફેદ અને લીલા રંગની રોશનીથી સજાવવામાં આવેલી આ વિશાળ પ્રતિમાએ સ્વતંત્રતા દિવસના ઉત્સાહને વધુ ખાસ બનાવી દીધો હતો. તિરંગી રોશનીમાં આદિયોગીનું ભવ્ય સ્વરૂપ સ્વતંત્રતા દિવસના અવસરને ધ્યાનમાં...

Independence Day 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વતંત્રતા દિવસના અવસરેનું ભાષણ જેટલું ચર્ચામાં રહે છે, એટલું જ તેમનું પરંપરાગત પોશાક અને ખાસ કરીને પાઘડીનું અનોખું કલેક્શન પણ લોકોનું ધ્યાન ખેંચે છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદથી લઈને 2025ના 79મા સ્વતંત્રતા દિવસ સુધી પીએમ મોદીએ દર વર્ષે અલગ રંગ, ડિઝાઇન અને પ્રાદેશિક પરંપરાને દર્શાવતી પાઘડી પહેરી છે. તેમની પાઘડીઓમાં રાજસ્થાની બાંધણી, લહેરિયા, બાંધેજ...

Independence Day Celebration in Temples: દેશભરમાં 15 ઓગસ્ટે 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. જોકે મધ્ય પ્રદેશના બે પ્રસિદ્ધ મંદિરોમાં ચાર દિવસ પહેલાં જ એટલે કે 11 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મંદસૌરના શ્રી પશુપતિનાથ મંદિર અને ઉજ્જૈનના મોટા ગણેશ મંદિરમાં ખાસ ધાર્મિક કાર્યક્રમો સાથે તિરંગા યાત્રા અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી બાદ સ્વાભાવિક...

Jammu Kashmir Police Medals 2026: દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીર પોલીસના કુલ 52 જવાનોને શૌર્ય અને પ્રશંસનીય સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી બહાદુરી, વિશિષ્ટ સેવા અને સરાહનીય કામગીરીને માન્યતા આપતા આ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે. 38 જવાનોને શૌર્ય મેડલ સત્તાવાર માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસના 51 જવાનોને આ વર્ષે પ્રતિષ્ઠિત પોલીસ મેડલ માટે...

Tiranga Yatra: સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આણંદ શહેરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Somnath Tiranga Bike Rally: ગીર સોમનાથ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતી ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથના પવિત્ર મંદિર પરિસરથી શરૂ થયેલી આ રેલીમાં પોલીસ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈને રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો. સોમનાથના આ પવિત્ર ધામમાં એક તરફ ધર્મધ્વજ લહેરાતો હતો,...

Surat: સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લાના તરસાડી નગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપત વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટરો, સંગઠનના કાર્યકર્તાઓ તેમજ પોલીસકર્મીઓ જોડાયા હતા.

Delhi Section 163 Independence Day: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. લાલ કિલ્લા ખાતે યોજાનારા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ અને VIP-VVIP મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ધારા 163 લાગુ કરવામાં આવી છે. આ સાથે પતંગ ઉડાવવા સહિત કોઈપણ પ્રકારની હવાઈ વસ્તુ ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ 16 ઓગસ્ટ સુધી અમલમાં...

Har Ghar Tiranga: દેશભરમાં રવિવારથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે દેશભક્તિ અને જનભાગીદારીના વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. આ વર્ષે 9થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર સંસ્કૃતિ મંત્રાલયની પોસ્ટને રિપોસ્ટ કરીને...

દેશભરમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે દેશભક્તિ અને જનભાગીદારીનું વિશાળ જનઆંદોલન બની ગયું છે. આ વર્ષે 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે.

Har Ghar Tiranga Ahmedabad 2026: સ્વતંત્રતા દિવસની ઉજવણીને વધુ ભવ્ય બનાવવા માટે અમદાવાદ શહેરમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને સફળ બનાવવા માટેની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ મહામંત્રી અને શહેર અધ્યક્ષની ઉપસ્થિતિમાં આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. 10 લાખથી વધુ તિરંગા વિતરણનું લક્ષ્ય આ વર્ષે અમદાવાદ શહેરમાં 10 લાખથી વધુ તિરંગાના...