દેશભરમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ, 17 ઓગસ્ટ સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

દેશભરમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે દેશભક્તિ અને જનભાગીદારીનું વિશાળ જનઆંદોલન બની ગયું છે. આ વર્ષે 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે.
Rahul Desai
Rahul Desai
દેશભરમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ, 17 ઓગસ્ટ સુધી યોજાશે વિવિધ કાર્યક્રમોદેશભરમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ, 17 ઓગસ્ટ સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

દેશભરમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે દેશભક્તિ અને જનભાગીદારીનું વિશાળ જનઆંદોલન બની ગયું છે. આ વર્ષે 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અભિયાનનો પ્રારંભ કરશે. તેઓ ‘તિરંગા યાત્રા-યુવાનો સાથે’નું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી યોગી ‘કાકોરી ટ્રેન એક્શન’ના શતાબ્દી સમારોહમાં પણ ભાગ લેશે અને સ્વતંત્રતા સંગ્રામના વીર ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ રાજ્યના લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. તેમણે લોકોને 9થી 17 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘર, દુકાન, પ્રતિષ્ઠાન અને સંસ્થાઓ પર સન્માનપૂર્વક તિરંગો ફરકાવવા તેમજ તિરંગા સાથેની સેલ્ફી લઈને ‘હર ઘર તિરંગા’ વેબસાઇટ પર અપલોડ કરવા અપીલ કરી છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ લોકોને ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે જોડાઈને તેને દેશભક્તિના પર્વ તરીકે ઉજવવા અપીલ કરી છે.

બીજી તરફ, હરિયાણામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાના ‘યુવા મેરેથોન અને વંદે માતરમ્ કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ હાજર રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત દેશભરમાં તિરંગા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ જનભાગીદારીના કાર્યક્રમો યોજાશે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે.