જમ્મુ-કાશ્મીર પોલીસના 52 જવાનોનું સન્માન, 38ને શૌર્ય મેડલ

Jammu Kashmir Police Medals 2026: દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીર પોલીસના કુલ 52 જવાનોને શૌર્ય અને પ્રશંસનીય સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી બહાદુરી, વિશિષ્ટ સેવા અને સરાહનીય કામગીરીને માન્યતા આપતા આ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે. 38 જવાનોને શૌર્ય મેડલ સત્તાવાર માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસના 51 જવાનોને આ વર્ષે પ્રતિષ્ઠિત પોલીસ મેડલ માટે...
Rupin Bakraniya
Rupin Bakraniya
જમ્મુ-કાશ્મીર પોલીસના 52 જવાનોનું સન્માન, 38ને શૌર્ય મેડલજમ્મુ-કાશ્મીર પોલીસના 52 જવાનોનું સન્માન, 38ને શૌર્ય મેડલ

Jammu Kashmir Police Medals 2026: દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીર પોલીસના કુલ 52 જવાનોને શૌર્ય અને પ્રશંસનીય સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી બહાદુરી, વિશિષ્ટ સેવા અને સરાહનીય કામગીરીને માન્યતા આપતા આ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે.

38 જવાનોને શૌર્ય મેડલ
સત્તાવાર માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસના 51 જવાનોને આ વર્ષે પ્રતિષ્ઠિત પોલીસ મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાં 38 જવાનોને શૌર્ય માટે મેડલ, જ્યારે 13 જવાનોને પ્રશંસનીય સેવા માટે મેડલ આપવામાં આવ્યા છે. શૌર્ય મેડલ મેળવનાર પોલીસ અધિકારીઓમાં DIG શિવ કુમાર, SSP શોભિત ડી. સક્સેના, SP મુશ્તાક અહમદ અને DSP સરફરાઝ બશીર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.

SSP શૌકત હુસૈન શાહને રાષ્ટ્રપતિ મેડલ
આ ઉપરાંત SSP શૌકત હુસૈન શાહને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના એક જવાનને પણ પ્રશંસનીય સેવા મેડલ માટે પસંદ કરવામાં આવ્યો છે.

બહાદુરી અને સેવાને માન્યતા
પોલીસ મેડલ દ્વારા પોલીસિંગ તેમજ અન્ય વર્દીધારી સેવાઓમાં બહાદુરી, વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય યોગદાનને સન્માન આપવામાં આવે છે. જમ્મુ-કાશ્મીર પોલીસ લાંબા સમયથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદ સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પોલીસના અનેક જવાનોએ આતંકવાદ વિરોધી કામગીરી અને પ્રદેશમાં શાંતિ-સુરક્ષા જાળવતી વખતે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે.

ગયા વર્ષે પણ J&K પોલીસનું શાનદાર પ્રદર્શન
ગત વર્ષે સ્વતંત્રતા દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીર પોલીસને દેશમાં સૌથી વધુ પોલીસ મેડલ મળ્યા હતા. કુલ 152 શૌર્ય પુરસ્કારોમાંથી 127 શૌર્ય મેડલ જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને મળ્યા હતા. સત્તાવાર માહિતી મુજબ, 1989થી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીર પોલીસના 1,600થી વધુ જવાનોએ આતંકવાદ સામેની લડાઈ અને પ્રદેશમાં શાંતિ તથા સુરક્ષા જાળવવા દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.

દેશની સુરક્ષા માટે પોલીસનું યોગદાન
જમ્મુ-કાશ્મીર પોલીસને દેશના બહાદુર અને શિસ્તબદ્ધ પોલીસ દળોમાંથી એક માનવામાં આવે છે. આતંકવાદ સામેની કામગીરી ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે પણ પોલીસ દળ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.