ર

રાજકોટ ક્રાઈમ

રાજકોટમાં 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ, ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો

રાજકોટમાં 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ, ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો

Rajkot Minor Crime: રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ સામે આવી છે. સગીરાના વાલીની ફરિયાદના આધારે પોલીસે આરોપી અમૃત ઉર્ફે સન્ની બેલમ સામે...

Rupin Bakraniya
Rajkot crime: સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ, બે આરોપીની ધરપકડ

Rajkot crime: સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ, બે આરોપીની ધરપકડ

Rajkot crime: સગીરા સાથે દુષ્કર્મની વધુ એક ગંભીર ફરિયાદ સામે આવી છે. આ મામલે રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દુષ્કર્મના આરોપી સહિત સગીરાને કારમાં લઈ જવામાં મદદ કરનાર તેના મિત્રની પણ ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

Rahul Desai
Rajkot: પારિવારિક ઝઘડાનો લોહિયાળ અંત: પિતાએ હથોડાના ઘા મારી 33 વર્ષીય પુત્રની હત્યા કરી

Rajkot: પારિવારિક ઝઘડાનો લોહિયાળ અંત: પિતાએ હથોડાના ઘા મારી 33 વર્ષીય પુત્રની હત્યા કરી

Rajkot: રાજકોટ શહેરના ન્યુ નહેરૂનગર વિસ્તારમાં પારિવારિક ઝઘડાએ લોહિયાળ વળાંક લીધો છે. પિતાએ પોતાના જ 33 વર્ષીય પુત્રને હથોડાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક પોલીસ તપાસ મુજબ, પિતા-પુત્ર વચ્ચે લાંબા સમયથી ચોરી-ચપાટી કરવાની ટેવને લઈને વિવાદ ચાલતો હતો. પુત્ર અવારનવાર પિતાને આ ટેવ છોડીને સુધરી જવા કહેતો હોવાથી બંને વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું છે.

Rahul Desai
Rajkot: શાપર-વેરાવળમાં છત પરથી ફેંકાયેલા શ્રમિકનું મોત, મારામારીનો બનાવ હત્યામાં પલટાયો

Rajkot: શાપર-વેરાવળમાં છત પરથી ફેંકાયેલા શ્રમિકનું મોત, મારામારીનો બનાવ હત્યામાં પલટાયો

Rajkot: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 11 ઓગસ્ટની રાત્રે બનેલી ગંભીર ઘટનામાં સારવાર લઈ રહેલા 40 વર્ષીય શ્રમિકનું મોત નીપજતાં ચકચાર મચી છે. શરૂઆતમાં મારામારી અને ગંભીર ઇજાના બનાવ તરીકે નોંધાયેલી ફરિયાદમાં ઇજાગ્રસ્તનું મોત થતાં પોલીસે હવે હત્યાની કલમનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. સમગ્ર મામલે પોલીસે મૃતકના સાઢુ અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Rahul Desai
Rajkot:  મિલકત વિવાદને લઈ વૃદ્ધ દંપતીને હેરાન કરવાનો આક્ષેપ, પુત્રવધૂ અને બે પૌત્રીઓ સામે ફરિયાદ

Rajkot: મિલકત વિવાદને લઈ વૃદ્ધ દંપતીને હેરાન કરવાનો આક્ષેપ, પુત્રવધૂ અને બે પૌત્રીઓ સામે ફરિયાદ

Rajkot: રાજકોટ શહેરમાં મિલકતના વિવાદને લઈને વૃદ્ધ દંપતીને હેરાન કરી અકસ્માતનો ભોગ બનાવવાનો પ્રયાસ કરાતો હોવાના આક્ષેપ સાથે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 74 વર્ષીય પુષ્પાબેન જોશીએ પોતાની પુત્રવધૂ કિન્નરીબેન તથા બે પૌત્રીઓ પંછીબેન અને ભાવ્યાબેન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Rahul Desai
રાજકોટમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપ, POCSO હેઠળ ગુનો નોંધાઈ આરોપીની ધરપકડ

રાજકોટમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપ, POCSO હેઠળ ગુનો નોંધાઈ આરોપીની ધરપકડ

Rajkot Minor Rape Case: શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ-11માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ધવલ રાવરાણીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે POCSO સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ, આરોપી છેલ્લા...

Rupin Bakraniya
રાજકોટમાં જમીનના વિવાદે લીધો લોહિયાળ વળાંક, ભત્રીજાના હુમલામાં બે કાકાના મોત

રાજકોટમાં જમીનના વિવાદે લીધો લોહિયાળ વળાંક, ભત્રીજાના હુમલામાં બે કાકાના મોત

Rajkot Double Murder Case: શહેરમાં કૌટુંબિક જમીનના ભાગબટાવ અને પૈસાની લેતીદેતીનો લાંબા સમયથી ચાલતો વિવાદ અંતે લોહિયાળ ઘટનામાં ફેરવાયો છે. સોમનાથ સોસાયટી-2 નજીક મધરાત્રે થયેલી અથડામણમાં ભત્રીજાએ છરી વડે હુમલો કરતાં બે કાકાના મોત થયા છે, જ્યારે પરિવારનો અન્ય એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો છે. સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ સુરેશ ધોળકીયા...

Rupin Bakraniya
રથયાત્રા પહેલાં રાજકોટ પોલીસની મોટી સફળતા: 16 ગેરકાયદે હથિયાર સાથે આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, 5 આરોપી ઝડપાયા

રથયાત્રા પહેલાં રાજકોટ પોલીસની મોટી સફળતા: 16 ગેરકાયદે હથિયાર સાથે આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, 5 આરોપી ઝડપાયા

રાજકોટ: અષાઢી બીજની રથયાત્રા પૂર્વે રાજકોટ શહેર પોલીસને મોટી સફળતા મળી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા હાથ ધરાયેલી ખાસ કામગીરી દરમિયાન પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ આંતરરાજ્ય ગેરકાયદે હથિયાર સપ્લાય રેકેટનો પર્દાફાશ કરી મધ્યપ્રદેશના સપ્લાયર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે વાંકાનેર ચોકડી નજીકથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મીરજાપુર ગામના શકીલ સાદીક મન્સુરીને પાંચ ગેરકાયદે હથિયાર...

Rupin Bakraniya
રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ, ઇમરાન રાઉમા નામના આરોપીની પોલીસે કરી ધરપકડ

રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ, ઇમરાન રાઉમા નામના આરોપીની પોલીસે કરી ધરપકડ

રાજકોટ: રાજકોટ શહેરમાં પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાઉમા સામે એક હિન્દુ મહિલાએ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ મીડિયા સમક્ષ કહી આપવીતી. મહિલાના આરોપ મુજબ, પાડોશમાં રહેતા હેડ કોન્સ્ટેબલે તેની એકલતાનો લાભ લઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ મીડિયા સમક્ષ આવી રડી પડતાં...

Rupin Bakraniya