રાજકોટમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપ, POCSO હેઠળ ગુનો નોંધાઈ આરોપીની ધરપકડ

Rajkot Minor Rape Case: શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ-11માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ધવલ રાવરાણીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે POCSO સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ, આરોપી છેલ્લા...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Rajkot Minor Rape Case: શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ-11માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ધવલ રાવરાણીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે POCSO સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસ મુજબ, આરોપી છેલ્લા ચાર મહિનાથી સગીરાના સંપર્કમાં હતો. બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા થઈ હતી. ત્યારબાદ આરોપીએ લગ્ન કરવાની લાલચ આપીને સગીરાનો વિશ્વાસ જીત્યો હતો. ફરિયાદ મુજબ, એક પ્રસંગે સગીરા ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવી આરોપી તેના ઘરે પહોંચ્યો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. બનાવ બાદ આરોપીએ સગીરા તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ અંગે કોઈને જાણ ન કરવા દબાણ કર્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં પ્રદ્યુમ્નનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી ધવલ રાવરાણીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે એસીપી બી.જે. ચૌધરીએ જણાવ્યું કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપી સામે POCSO અધિનિયમ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ સગીરાનું મેડિકલ પરીક્ષણ અને અન્ય કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.