રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ, ઇમરાન રાઉમા નામના આરોપીની પોલીસે કરી ધરપકડ



રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ, ઇમરાન રાઉમા નામના આરોપીની પોલીસે કરી ધરપકડ



રાજકોટ: રાજકોટ શહેરમાં પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાઉમા સામે એક હિન્દુ મહિલાએ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ મીડિયા સમક્ષ કહી આપવીતી. મહિલાના આરોપ મુજબ, પાડોશમાં રહેતા હેડ કોન્સ્ટેબલે તેની એકલતાનો લાભ લઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ મીડિયા સમક્ષ આવી રડી પડતાં પોતાની આપવીતી વર્ણવી હતી.

પીડિતાએ વધુમાં આક્ષેપ કર્યો કે આરોપીએ તેના ન્યુડ વીડિયો બનાવી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ મહિલાની દીકરીને પણ ધમકીઓ આપવામાં આવી હતી અને તેની સાથે અડપલા કર્યાના ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પીડિત મહિલાએ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નો સંપર્ક કરી મદદ માંગી હતી. ત્યારબાદ મામલો વધુ ગરમાયો હતો.
ઘટનાને લઈને રાજકોટ પોલીસે હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાઉમાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા હિન્દુ યુવતીઓને આવા મામલામાં ડર્યા વગર આગળ આવવા અપીલ કરવામાં આવી છે. VHPએ જણાવ્યું હતું કે જો કોઈ યુવતી કે મહિલા હેરાનગતિનો ભોગ બની રહી હોય તો સંસ્થાનો સંપર્ક કરે. આ કેસ બાદ રાજકોટમાં પોલીસકર્મી સામે ગંભીર ગુનાના આક્ષેપોને લઈને ભારે ચર્ચા જાગી છે અને લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



