
Arvalli News : અરવલ્લીના મેઘરજમાં દારૂની હેરાફેરી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કાલીયાકુવા પોલીસ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી બ્રેઝા કાર ઝડપી પાડવામાં આવી હતી.

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નેસડા ગામમાં 24 વર્ષીય પરિણીત મહિલા અને તેની બે વર્ષની પુત્રીના કૂવામાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં જમીન વિવાદને લઈને કાજી પરિવારના બે પક્ષ વચ્ચે હિંસક અથડામણ થયાનો મામલો સામે આવ્યો છે. ડુંડવાડા ગામની જમીનના માલિકી હક અને ખેડાણના મુદ્દે ઇરફાન ઉર્ફે નન્નુ કાજી પક્ષ અને નિશારભાઈ કાજી પક્ષ સામસામે આવી ગયા હતા. આ મામલે બંને પક્ષે મેઘરજ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવી છે.

અરવલ્લી જિલ્લામાં ભાડા કરાર પર ટ્રેક્ટર લેવાના કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. LCB, માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં પોલીસે કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખેડૂતો પાસેથી ભાડા કરાર પર ટ્રેક્ટરો મેળવ્યા બાદ તેને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સસ્તા ભાવે વેચી દેતા હતા.

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં ટ્રેક્ટર ભાડે આપવાના નામે ખેડૂતો સાથે થયેલી છેતરપિંડીનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. માલપુર તાલુકા બાદ હવે મેઘરજ તાલુકાના 22 ખેડૂતો ટ્રેક્ટર ભાડા કરારના નામે કથિત મહાકૌભાંડનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરિયાદ મુજબ, વિજયભાઈ રાધાભાઈ પરમાર (પ્રાંતવેલ, બાયડ), સુનીલભાઈ કાન્તીભાઈ...