મેઘરજમાં જમીન વિવાદે લીધો હિંસક વળાંક, કાજી પરિવારના બે જૂથ સામસામે; બંને પક્ષે ફરિયાદ

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં જમીન વિવાદને લઈને કાજી પરિવારના બે પક્ષ વચ્ચે હિંસક અથડામણ થયાનો મામલો સામે આવ્યો છે. ડુંડવાડા ગામની જમીનના માલિકી હક અને ખેડાણના મુદ્દે ઇરફાન ઉર્ફે નન્નુ કાજી પક્ષ અને નિશારભાઈ કાજી પક્ષ સામસામે આવી ગયા હતા. આ મામલે બંને પક્ષે મેઘરજ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવી છે.
Growth Now News
Growth Now News
મેઘરજમાં જમીન વિવાદે લીધો હિંસક વળાંક, કાજી પરિવારના બે જૂથ સામસામે; બંને પક્ષે ફરિયાદમેઘરજમાં જમીન વિવાદે લીધો હિંસક વળાંક, કાજી પરિવારના બે જૂથ સામસામે; બંને પક્ષે ફરિયાદ

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં જમીન વિવાદને લઈને કાજી પરિવારના બે પક્ષ વચ્ચે હિંસક અથડામણ થયાનો મામલો સામે આવ્યો છે. ડુંડવાડા ગામની જમીનના માલિકી હક અને ખેડાણના મુદ્દે ઇરફાન ઉર્ફે નન્નુ કાજી પક્ષ અને નિશારભાઈ કાજી પક્ષ સામસામે આવી ગયા હતા. આ મામલે બંને પક્ષે મેઘરજ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, 31 જુલાઈની મોડી રાત્રે જમીનના મુદ્દે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી. ઇરફાન ઉર્ફે નન્નુ કાજી પક્ષે કરેલી ફરિયાદમાં નિશારભાઈ મુજાદભાઈ કાજી, સદામ નિશારભાઈ કાજી, ઇનાયત ઉર્ફે ગફુર નિશારભાઈ કાજી અને સોહિલ ચૌહાણ સામે ચપ્પુ, લોખંડની સળી, લાકડી તથા દૂધના ખાલી ક્રેટ વડે હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં મુસ્તુફાભાઈ કાજી અને તોહિદ કાજીને ઇજા પહોંચાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે.

બીજી તરફ નિશારભાઈ કાજી પક્ષે કરેલી ફરિયાદમાં ઇરફાન ઉર્ફે નન્નુ કાજી, મુસ્તુફાભાઈ ઉસ્માનભાઈ કાજી અને રિજવાન જહુદીનભાઈ કાજી સામે પાઇપ અને લાકડી વડે હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ ઇનાયતભાઈ કાજી અને તેમની માતાને ઇજા થઈ હતી.

ઇજાગ્રસ્તોને મેઘરજ સરકારી હોસ્પિટલ બાદ મોડાસા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને ફરિયાદના આધારે મેડિકલ પુરાવા, સાક્ષીઓના નિવેદન સહિત અન્ય પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી છે.