
Pakistan : ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. મર્દાન જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મકાનની છત ધરાશાયી થતાં સાત વર્ષના બાળકનું મોત થયું.

UP માં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે જનજીવનને ભારે અસર કરી છે. ગુરુવારની મધરાત બાદ શરૂ થયેલો વરસાદ શનિવાર સાંજ સુધી અનેક વિસ્તારોમાં યથાવત રહ્યો હતો.

Uttar Pradesh Rain Deaths: ઉત્તર પ્રદેશમાં સતત વરસાદ અને તોફાની પવનને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. શુક્રવાર રાતથી શનિવાર સુધીમાં અલગ-અલગ જિલ્લાઓમાં વૃક્ષો, કાચી દિવાલો અને મકાનો ધરાશાયી...

Gujarat : ગુજરાતમાં હવામાનને લઈને આગામી ત્રણ કલાક મહત્વપૂર્ણ બની શકે છે. IMDના તાત્કાલિક હવામાન એલર્ટ મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

Bhavnagar : ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તળાજા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો.

Aravali : અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. મેઘરજ તાલુકાના વડથલીથી ખાખરીયા તરફ જતો માર્ગ વૈડી ડેમના પાણીથી પ્રભાવિત થતાં વાહનવ્યવહાર માટે બંધ કરાયો.

Ahmedabad પૂર્વમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને હાટકેશ્વર સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Delhi Airport Heavy Rain Flight Delay: દિલ્હીમાં શુક્રવારે ભારે વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે. ભારે વરસાદના કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ભરાઈ જતાં અનેક ફ્લાઇટ્સના સંચાલન...

Delhi NCR Heavy Rain: દિલ્હી-NCRમાં સોમવાર, 24 ઓગસ્ટની સવારથી જ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ સહિતના વિસ્તારોમાં સવારથી જ કાળા વાદળો છવાયા છે અને...

Todays Weather : દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 21 ઓગસ્ટના રોજ દિલ્હી-NCR સહિત દેશના આશરે 23 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી.

Monsoon Rain Forecast 2026: દેશમાં મોન્સૂન ફરી એકવાર સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં 13 ઓગસ્ટની આસપાસ લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. આ સાથે દેશના મધ્ય અને પૂર્વીય ભાગમાં પણ એક હવામાન સિસ્ટમ સક્રિય છે. બંને સિસ્ટમના પ્રભાવથી આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. 13 અને 14 ઓગસ્ટે ઓડિશા-ઝારખંડ-છત્તીસગઢમાં ભારે વરસાદ મળતી...

ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય રહેતા આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. 11 ઓગસ્ટ 2026ના સાંજે જાહેર કરાયેલા હવામાન બુલેટિન મુજબ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધી વાદળ ફાટવાની 35 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં વાદળ ફાટવું, અચાનક પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં 31 લોકોનાં મોત થયા છે. સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે.

રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે. આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વ આયોજન અને મોનસૂન એક્શન પ્લાનના આધારે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યના 34 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં 24x7 આરોગ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

કેરળમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. રાજ્યમાં પૂર અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 21 થયો છે, જ્યારે 6 લોકો હજુ લાપતા હોવાની માહિતી સામે આવી છે. ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન અને નદીઓમાં વધેલા જળસ્તરને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.

કેરળમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી કુદરતી આફત વચ્ચે અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું મુખ્યમંત્રી વી.ડી. સતીશને જણાવ્યું છે. આ ઉપરાંત 8 લોકો હજુ પણ લાપતા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો તેમજ ઘર અને રોજગાર ગુમાવનાર લોકોને સરકાર તરફથી આર્થિક સહાય આપવાની ખાતરી આપી છે.