Get News Alerts

Never miss breaking news updates.

Bhavnagar : 3 દિવસના વિરામ બાદ તળાજા પંથકમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Bhavnagar : ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તળાજા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો.
Kunjan ShuklaUpdated on: 19 Sep 2026 05:39 PM IST
Bhavnagar : 3 દિવસના વિરામ બાદ તળાજા પંથકમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીBhavnagar : 3 દિવસના વિરામ બાદ તળાજા પંથકમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Bhavnagar

Bhavnagar : ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આજે બપોર બાદ તળાજા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી.

રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા

બપોર બાદ આશરે 4:42 વાગ્યાના અરસામાં તળાજા સહિત આસપાસના વિસ્તારોમાં અચાનક વરસાદ શરૂ થયો હતો. શરૂઆતમાં ધીમી ગતિએ શરૂ થયેલા વરસાદે બાદમાં જોર પકડ્યું હતું. ધોધમાર વરસાદને કારણે તળાજા શહેરના કેટલાક વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. તળાજા ઉપરાંત વેળાવદર, ગોરી, ત્રાપજ, રોયલ સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો.

ખેડૂતોમાં પણ રાહતની લાગણી

અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વરસાદી માહોલને કારણે સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. વરસાદ ખેતી માટે મહત્વનો હોવાથી ખેતરોમાં ઉભા પાકને વરસાદથી ફાયદો થવાની આશા ખેડૂતોમાં જોવા મળી રહી છે. જોકે, સતત ભારે વરસાદ થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

સમગ્ર તળાજા પંથકમાં ઠંડક પ્રસરી

વરસાદના કારણે સમગ્ર તળાજા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હાલ તળાજા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેતા સ્થાનિક તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ખેડૂતો આગામી દિવસોમાં પણ સારો વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો : Panchmahal: ઘોઘંબા બસ સ્ટેશન પર હર્ષ સંઘવીએ કર્યું સ્વચ્છતા શ્રમદાન, સફાઈ કર્મીઓનો માન્યો આભાર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.