
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક-2026 સંસદમાં પસાર થવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિનંદન વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર કરેલી પોસ્ટમાં મુખ્યમંત્રીએ આ કાયદાને દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરતું ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ હેઠળ સંસદમાં પસાર થયેલું આ સુધારા...

Anti Paper Leak Bill 2026: દેશભરમાં પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે સંસદમાં એન્ટી પેપર લીક સુધારા બિલ રજૂ કર્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે લોકસભામાં આ બિલ રજૂ કર્યું, જેમાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે અગાઉ કરતાં વધુ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જંતર-મંતર પર...

સંસદના ચોમાસુ સત્રમાં પબ્લિક એક્ઝામિનેશન (અનુચિત સાધનોની રોકથામ) સુધારા બિલ, 2026ને લઈને ભાજપના સાંસદોએ તેને પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. ભાજપ સાંસદોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરીક્ષા વ્યવસ્થાને પારદર્શક અને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. શિક્ષણ વ્યવસ્થા, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અસરકારક અમલીકરણ અંગે દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

NEET-UG પરીક્ષામાં ગેરરીતિના આરોપો અને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ સામે આવ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું મોકલ્યું હોવાનું જણાવાયું છે. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર પત્ર શેર કરીને રાજીનામું આપવાના કારણો અંગે માહિતી આપી છે.

NTA Officials Terminated: દેશભરમાં પેપર લીકના મુદ્દે ઉઠેલા ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં મોટું વહીવટી એક્શન લીધું છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ NTAના કુલ 47 અધિકારીઓને સેવા પરથી બરતરફ કરવામાં આવ્યા છે. ઉપરાંત કેટલાક અધિકારીઓ સામે કાનૂની અને ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ કાર્યવાહી NTAમાં પારદર્શિતા,...