Microsoft Outage: 36 કલાક બાદ ફરી શરૂ થઈ Microsoftની સર્વિસ, Outlook અને Teams સહિતની એપ્લિકેશન્સ થઈ કાર્યરત


Microsoft Outage: 36 કલાક બાદ Outlook અને Teams શરૂ
Microsoft Outage: 36 કલાક બાદ ફરી શરૂ થઈ Microsoftની સર્વિસ, Outlook અને Teams સહિતની એપ્લિકેશન્સ થઈ કાર્યરત


Microsoft Outage: 36 કલાક બાદ Outlook અને Teams શરૂ
Microsoft Outage: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટના કરોડો યુઝર્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લગભગ 36 કલાક સુધી ટેકનિકલ સમસ્યાનો સામનો કર્યા બાદ Microsoftએ પોતાની સેવાઓ ફરી શરૂ કરી દીધી છે. Outlook, Microsoft Teams, Copilot સહિતની અનેક મહત્વપૂર્ણ સર્વિસ હવે સામાન્ય રીતે કામ કરવા લાગી છે.
14 નવેમ્બરના રોજ કંપનીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ આઉટેજને કારણે વિશ્વભરની કંપનીઓ, સરકારી સંસ્થાઓ અને સામાન્ય યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
70 દેશોમાં યુઝર્સને પડી હતી મુશ્કેલી
મીડિયા રિપોર્ટ મુજબ Microsoftની સર્વિસમાં સર્જાયેલી સમસ્યાને કારણે વિશ્વના લગભગ 70 દેશો પ્રભાવિત થયા હતા. આઉટેજને કારણે લાખો યુઝર્સ પોતાના ઈમેઈલ, ઓફિસ ટૂલ્સ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકતા ન હતા. Outlook, Teams, Copilot ઉપરાંત SharePoint, Planner અને To Do જેવી એપ્લિકેશન્સમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. આના કારણે અનેક કંપનીઓના રોજિંદા કામકાજ પર અસર પડી હતી.
દર કલાકે લાખો રૂપિયાનું નુકસાન
Microsoftની સેવાઓ બંધ રહેવાને કારણે વિશ્વભરની કંપનીઓને આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. એક અંદાજ મુજબ, આ આઉટેજને કારણે દર કલાકે આશરે 94 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. 36 કલાક સુધી ચાલેલી આ સમસ્યાને કારણે કુલ નુકસાનનો આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચ્યો હોવાની શક્યતા છે. પરંતુ નુકસાનનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">We are deeply sorry for the disruption this incident has caused our customers and partners. We know the trust they place in our services and take that responsibility extremely seriously. We are seeing broad recovery and stability across our services.
This was a technical issue not related to cyber or AI / agents. The incident was introduced by an issue during an earlier network capacity upgrade that surfaced following a recent network change. We have addressed the underlying issue and continue to restore service to remaining customers and regions.
Given the scale of demand, we restored services gradually, validating stability at each stage. While this took longer, it helped ensure a stable restoration.
We will provide a full post-incident report once our review is complete.</p>— Microsoft (@Microsoft) <a href="https://x.com/Microsoft/status/2121282013600907325?ref_src=twsrc%5Etfw">November 13, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
Microsoftએ માગી માફી, તપાસ રિપોર્ટ જાહેર કરશે
કંપનીએ આટલા મોટા આઉટેજને કારણે યુઝર્સને થયેલી અસુવિધા બદલ માફી માગી છે. આ સાથે જ સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ જાહેર કરવાનું વચન આપ્યું છે. આ રિપોર્ટમાં સર્વિસ કેમ બંધ થઈ અને સમસ્યા કેવી રીતે સર્જાઈ તેની માહિતી આપવામાં આવશે.
નેટવર્ક ક્ષમતા અપગ્રેડ કરતી વખતે સર્જાઈ હતી સમસ્યા
Microsoftના જણાવ્યા અનુસાર, 12 નવેમ્બરથી શરૂ થયેલી આ સમસ્યા પાછળ નેટવર્ક ક્ષમતા અપગ્રેડ કરવાની પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી ટેકનિકલ ખામી જવાબદાર હતી. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ ઘટનામાં કોઈ સાયબર એટેક કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એજન્ટની ભૂમિકા ન હતી. હવે સર્વિસ ફરી શરૂ થતાં વિશ્વભરના યુઝર્સે રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો: Nvidia CEO Resigns: 33 વર્ષ બાદ CEO જેનસન હુઆંગનું રાજીનામું, CFO કોલેટી ક્રેસ બન્યા વચગાળાના CEO




