Nvidia CEO Resigns: 33 વર્ષ બાદ CEO જેનસન હુઆંગનું રાજીનામું, CFO કોલેટી ક્રેસ બન્યા વચગાળાના CEO


Nvidia CEO Resigns: Nvidiaના CEO જેનસન હુઆંગનું રાજીનામું
Nvidia CEO Resigns: 33 વર્ષ બાદ CEO જેનસન હુઆંગનું રાજીનામું, CFO કોલેટી ક્રેસ બન્યા વચગાળાના CEO


Nvidia CEO Resigns: Nvidiaના CEO જેનસન હુઆંગનું રાજીનામું
Nvidia CEO Resigns: દુનિયાની અગ્રણી AI ચિપ ઉત્પાદક કંપની Nvidiaમાં મોટો નેતૃત્વ ફેરફાર થયો છે. કંપનીના CEO અને સહ-સ્થાપક જેનસન હુઆંગે 33 વર્ષ સુધી કંપનીનું નેતૃત્વ કર્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે હુઆંગના અંગત સંબંધો અને ચીન સાથે જોડાયેલા જાસૂસીના આરોપોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમના રાજીનામા બાદ કંપનીનાં મુખ્ય નાણાકીય અધિકારી (CFO) કોલેટી ક્રેસને વચગાળાનાં CEO બનાવવામાં આવ્યાં છે. કંપનીનું બોર્ડ હવે નવા કાયમી CEOની શોધ કરશે.
વિવાદ બાદ કંપનીના નેતૃત્વમાં આવ્યું પરિવર્તન
હુઆંગના એક મહિલા અધિકારી સાથેના કથિત સંબંધો અને ચીનની જાસૂસી સાથે જોડાયેલી હોવાની શંકા ધરાવતી મહિલા સાથેના સંબંધોને લઈને કંપનીમાં ચર્ચા શરૂ થઈ હતી. આ અહેવાલો બાદ Nvidiaના બોર્ડે સ્વતંત્ર તપાસ શરૂ કરી હતી.
જોકે, ચીનની જાસૂસ હોવાના આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. તમને જણાવી દઈએ કે Nvidia વિશ્વની સૌથી મોટી AI ચિપ ઉત્પાદક કંપનીઓમાં સામેલ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સેન્ટર અને સુપરકમ્પ્યુટિંગ ક્ષેત્રે કંપનીની ચિપ્સની ભારે માગ છે.
AI ક્ષેત્રમાં કંપનીની મજબૂત સ્થિતિને કારણે તે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સ્થાન ધરાવે છે. હુઆંગના રાજીનામા બાદ કંપનીના ભવિષ્યના નેતૃત્વ અને AI બિઝનેસની દિશા અંગે રોકાણકારોમાં ચર્ચા તેજ બની છે.
Nvidiaના શેરમાં મોટો ઘટાડો
હુઆંગના રાજીનામાના સમાચાર બાદ Nvidiaના શેરમાં પ્રીમાર્કેટ ટ્રેડિંગ દરમિયાન 10 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટનાથી કંપનીના માર્કેટ વેલ્યુએશન અને ભવિષ્યના વિકાસ અંગે રોકાણકારોની ચિંતા વધી છે. હવે કંપનીના નવા કાયમી CEO કોણ બનશે અને AI માર્કેટમાં Nvidiaનું વર્ચસ્વ કેવી રીતે જળવાશે તેના પર વૈશ્વિક ટેકનોલોજી ઉદ્યોગની નજર રહેશે.
આ પણ વાંચો: Canada Express Entry: IRCCએ બે અઠવાડિયા સુધી ડ્રો અટકાવ્યા, જાણો નવા નિયમો




