Microsoft Outage: માઇક્રોસોફ્ટની સેવાઓમાં મોટો ટેકનિકલ ખોરવાટ, Outlookથી Teams અને Copilot સુધી યુઝર્સ પરેશાન

Microsoft Outage: દુનિયાની દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટની અનેક સેવાઓમાં ગુરુવારે મોટો ટેકનિકલ ખોરવાટ સર્જાયો હતો. લાખો યુઝર્સને Outlook, Microsoft 365, Teams અને Copilot જેવી સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી હતી.
Nisha Parmar
Nisha Parmar
Microsoft services global outage affecting Outlook માઇક્રોસોફ્ટ આઉટેજMicrosoft services global outage affecting Outlook માઇક્રોસોફ્ટ આઉટેજ

Microsoft services global outage affecting Outlook માઇક્રોસોફ્ટ આઉટેજ

Microsoft Outage: દુનિયાની દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટની અનેક સેવાઓમાં ગુરુવારે મોટો ટેકનિકલ ખોરવાટ સર્જાયો હતો. આઉટેજના કારણે વિશ્વભરના લાખો યુઝર્સને Outlook, Microsoft 365, Teams અને Copilot જેવી સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી હતી. અનેક યુઝર્સ ઈમેઇલ મોકલી કે મેળવી શકતા ન હતા, જ્યારે કેટલાકને પોતાનું ઇનબોક્સ લોડ કરવામાં પણ સમસ્યા આવી હતી. કંપનીએ આ ખામીની પુષ્ટિ કરીને તેને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

Outlookમાં સૌથી વધુ ફરિયાદો નોંધાઈ

આઉટેજને ટ્રેક કરતી વેબસાઇટ Downdetector પર બપોરે 1 વાગ્યા પછી માઇક્રોસોફ્ટ Outlookને લઈને ફરિયાદોમાં મોટો ઉછાળો નોંધાયો હતો. અહેવાલ મુજબ, એક સમયે 1.30 લાખથી વધુ યુઝર્સે Outlook યોગ્ય રીતે કામ ન કરતું હોવાની ફરિયાદ કરી હતી. બાદમાં ફરિયાદોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ અનેક યુઝર્સને ઈમેઇલ મોકલવા, પ્રાપ્ત કરવા અને ઇનબોક્સ ખોલવામાં મુશ્કેલી યથાવત રહી હતી.

Teams, Copilot અને Microsoft 365 પર પણ અસર

આ ટેકનિકલ ખામીની અસર માત્ર Outlook પૂરતી મર્યાદિત રહી નહોતી. માઇક્રોસોફ્ટના લોકપ્રિય વર્કપ્લેસ મેસેજિંગ પ્લેટફોર્મ Teams, AI આસિસ્ટન્ટ Copilot અને Microsoft 365ની અન્ય સેવાઓમાં પણ સમસ્યાઓ સર્જાઈ હતી. આ સેવાઓનો ઉપયોગ કરતા અનેક લોકોના કામકાજ પર અસર પડી હતી. ખાસ કરીને ઈમેઇલ અને ઓનલાઈન કોમ્યુનિકેશન પર આધારિત કામ કરતા યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સર્વર પર વધુ લોડના કારણે સર્જાઈ સમસ્યા

માઇક્રોસોફ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપડેટ આપીને જણાવ્યું હતું કે અમેરિકા ખંડના વિવિધ વિસ્તારોમાં યુઝર્સને Exchange Online મેઇલબોક્સ સુધી પહોંચવામાં મુશ્કેલી આવી રહી છે. કંપનીની પ્રાથમિક તપાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક ભાગ પર વધુ લોડ પડવાને કારણે કનેક્ટિવિટીની સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું.

કંપનીના જણાવ્યા અનુસાર, ઓટોમેટેડ હેલ્થ ચેક દરમિયાન આવેલી ટેકનિકલ ખામીને કારણે કેટલાક સર્વર અચાનક ઉપલબ્ધ રહ્યા નહોતા. તેના પરિણામે વિવિધ માઇક્રોસોફ્ટ સેવાઓની કામગીરી પ્રભાવિત થઈ હતી.

માઇક્રોસોફ્ટે સમસ્યા ઉકેલવાની કામગીરી શરૂ કરી

કંપનીએ અસરગ્રસ્ત સર્વરને ફરીથી ઓનલાઈન લાવવા અને સેવાઓ સામાન્ય કરવા માટે કામગીરી શરૂ કરી હતી. આ માટે તપાસની વૈકલ્પિક પ્રક્રિયા પણ લાગુ કરવામાં આવી હતી. માઇક્રોસોફ્ટે સમસ્યાની અસર ઘટાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

આ પહેલાં કંપનીએ ઉત્તર અમેરિકામાં Teams સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ ઉકેલાઈ હોવાનો દાવો કર્યો હતો. જોકે, ત્યારબાદ પણ કેટલાક યુઝર્સે કનેક્ટિવિટીની મુશ્કેલી ચાલુ હોવાની ફરિયાદ કરી હતી. આ ઘટનાએ એકવાર ફરી ક્લાઉડ આધારિત સેવાઓ પર વધતી નિર્ભરતા અને ટેકનિકલ ખામીની વ્યાપક અસર તરફ ધ્યાન દોર્યું છે.

આ પણ વાંચો : India AI Market & Nvidia: ભારતના AI માર્કેટનું ભવિષ્ય Nvidia પર નિર્ભર? રિલાયન્સ, L&T અને સર્વમની મોટી તૈયારી