Yuvraj Singh: યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સનો બન્યો બેટિંગ કોચ, પ્રથમ વખત કોચિંગની સંભાળશે જવાબદારી


Yuvraj Singh
Yuvraj Singh: યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સનો બન્યો બેટિંગ કોચ, પ્રથમ વખત કોચિંગની સંભાળશે જવાબદારી


Yuvraj Singh
Yuvraj Singh: દિલ્હી કેપિટલ્સે 2027ની IPL સીઝન પહેલા એક મોટી જાહેરાત કરી છે. દિલ્હી ફ્રેન્ચાઈઝીએ ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહને તેના આસિસ્ટન્ટ કોચ અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. આ ભૂમિકા સાથે યુવરાજ પહેલીવાર ઔપચારિક રીતે કોચિંગ જવાબદારીઓ સંભાળશે અને દિલ્હી કેપિટલ્સ સાથે પોતાની નવી સફર શરૂ કરશે.
304 વનડે, 40 ટેસ્ટ અને 58 T20I મેચ રમી ચૂકેલો 44 વર્ષનો યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક રહ્યો છે. તેને પોતાના કરિયર દરમિયાન ઘણા યાદગાર પ્રદર્શન કર્યા છે અને મોટી ટુર્નામેન્ટમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
વર્ષોથી યુવરાજે ઘણા અનુભવી અને યુવા ભારતીય ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું છે. હવે તેઓ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને સુધારવા માટે તેમના અનુભવ અને રમતની સમજનો ઉપયોગ કરશે.
યુવરાજ દિલ્હી કેપિટલ્સ સાથે પોતાની બીજી ઇનિંગની શરૂઆત કરશે
યુવરાજ સિંહનું દિલ્હી કેપિટલ્સમાં વાપસી પણ ખાસ છે. 2015 માં ફ્રેન્ચાઈઝી જે તે સમયે દિલ્હી ડેરડેવિલ્સ તરીકે જાણીતી હતી, તેને યુવરાજને 16 કરોડ રૂપિયાની રેકોર્ડ કિંમતે ખરીદ્યો. તે સમયે યુવરાજ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. તેને તે સિઝનમાં દિલ્હી માટે બધી 14 મેચ રમી હતી. હવે લગભગ એક દાયકા પછી તે ફ્રેન્ચાઈઝીમાં એક નવી ભૂમિકામાં જોડાઈ રહ્યો છે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">A champion. A leader. 𝐀 𝐓𝐢𝐠𝐞𝐫. 🐅🔥
The legend who inspired generations is ready to shape Dilli's legacy. Welcome home, Yuvi paa! 💙❤️ https://t.co/i7A77rv2tJ</p>— Delhi Capitals (@DelhiCapitals) <a href="https://x.com/DelhiCapitals/status/2109994059599393206?ref_src=twsrc%5Etfw">October 13, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
ગાંગુલી સાથે કામ કરવા આતુર
યુવરાજ સિંહે કહ્યું, "દિલ્હી કેપિટલ્સ સાથે મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે હું ઉત્સાહિત છું. મારો ફ્રેન્ચાઈઝી સાથે લાંબા સમયથી જોડાણ છે અને હું માલિકોને સારી રીતે જાણું છું, જે મારા માટે આ એક ખાસ તક બનાવે છે." તેને વધુમાં કહ્યું કે તેઓ સૌરવ ગાંગુલી અને કોચિંગ સ્ટાફ સાથે કામ કરવા માટે આતુર છે. યુવરાજે પોતાના IPL કરિયર દરમિયાન 132 મેચ રમી, જેમાં 2,750 રન બનાવ્યા અને 36 વિકેટ લીધી.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">He's done it all, won it all 🔥
Yuvi Paa is coming to Dilli 💙❤️ https://t.co/VVhjYwgEOs</p>— Delhi Capitals (@DelhiCapitals) <a href="https://x.com/DelhiCapitals/status/2110000194851131782?ref_src=twsrc%5Etfw">October 13, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
યુવરાજનો અનુભવ કામમાં આવશે
ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજે અભિષેક શર્મા અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ સાથે નજીકથી કામ કર્યું છે, જેઓ હવે ભારતીય ટીમના મુખ્ય આધારસ્તંભ બની ગયા છે. તેને પોતાનો અનુભવ શેર કરીને તેમની રમતને સુધારવામાં મદદ કરી છે. યુવરાજ ઘણા અન્ય ખેલાડીઓના વિકાસમાં પણ સામેલ રહ્યો છે.
2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીતવાનો તેમનો અનુભવ દિલ્હી કેપિટલ્સના કોચિંગ સેટઅપ માટે મૂલ્યવાન સાબિત થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા યુવા ભારતીય સ્ટાર્સને માર્ગદર્શન આપ્યા પછી યુવરાજ હવે તેમની પ્રથમ ઔપચારિક કોચિંગ ભૂમિકા નિભાવી રહ્યો છે કારણ કે ફ્રેન્ચાઈઝ તેના પ્રથમ IPL ટાઇટલ દુષ્કાળને સમાપ્ત કરવા માગે છે.
આ પણ વાંચો: Abishek Porel જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ સદી ફટકાર્યા પછી રડી પડ્યો, વ્યક્ત કર્યું પોતાનું દુઃખ





