WPL 2027: તમામ ટીમના ખેલાડીઓ થયા નક્કી, મુંબઈ ઈન્ડિયન્સથી લઈને ડિફેન્ડિંગ ચેમ્પિયન RCBમાં આ ખેલાડીઓ મચાવશે ધૂમ


WPL 2027
WPL 2027: તમામ ટીમના ખેલાડીઓ થયા નક્કી, મુંબઈ ઈન્ડિયન્સથી લઈને ડિફેન્ડિંગ ચેમ્પિયન RCBમાં આ ખેલાડીઓ મચાવશે ધૂમ


WPL 2027
WPL 2027: વિમેન્સ પ્રીમિયર લીગ 2027ની આગામી સિઝનને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સુકતા વધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 28 ઓક્ટોબરે કોચીમાં ખેલાડીઓનો ઓક્શન યોજવામાં આવ્યો હતો. આ ઓક્શનમાં પાંચેય ટીમોએ પોતાની ટુકડીઓને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આગામી સિઝન 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી, 2027 દરમિયાન રમાવાની છે. પરંતુ ટુર્નામેન્ટના સંપૂર્ણ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
UP વોરિયર્સે સૌથી વધુ ખેલાડીઓ ખરીદ્યા
આ વખતની મિની ઓક્શનમાં UP વોરિયર્સે સૌથી વધુ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. ટીમે ઓસ્ટ્રેલિયાની સોફી મોલિનેક્સને સૌથી વધુ 1.10 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી.
આ ઉપરાંત સ્નેહ રાણા 30 લાખ રૂપિયામાં ટીમનો ભાગ બની હતી. ગ્રેસ હેરિસ અને કેથરિન બ્રાઈસ પણ આગામી સિઝનમાં UP વોરિયર્સ તરફથી રમશે. ટીમે ઓક્શન પહેલાં 10 ખેલાડીઓને રિટેન કર્યા હતા અને બાકી રહેલા 8 સ્લોટ આજે ભર્યા.
WPL 2027ની પાંચેય ટીમ
UP વોરિયર્સ
દીપ્તિ શર્મા, હરલીન દેઓલ, ક્રાંતિ ગૌડ, મનાલી દક્ષિણી, સહાના પવાર, આશા શોભના, પ્રતિકા રાવલ, શિખા પાંડે, શિપ્રા ગિરી, સિમરન શેખ, સ્નેહ રાણા, સુષ્મા વર્મા, ગ્રેસ હેરિસ, કેથરિન બ્રાઈસ, મેગ લેનિંગ, ફોબી લિચફિલ્ડ, સોફી એક્લેસ્ટોન, તારા નોરિસ અને સોફી મોલિનેક્સ.
ગુજરાત જાયન્ટ્સ
અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર, બેથ મૂની, ભારતી ફુલમાલી, જ્યોર્જિયા વેરહેમ, હેપ્પી કુમારી, જિંતિમણી કલિતા, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, કિમ ગર્થ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ, સોફી ડિવાઈન, તનુજા કંવર, યાસ્તિકા ભાટિયા, જી. કમલિની, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ અને સમાયરા રાઘવ.
દિલ્હી કેપિટલ્સ
એનાબેલ સધરલેન્ડ, ચિનેલ હેનરી, દિયા યાદવ, જેમિમા રોડ્રિગ્સ, લૌરા વોલ્વાર્ડ્ટ, લ્યુસી હેમિલ્ટન, મમતા માદિવાલા, મારિઝાન કેપ, મિન્નુ મણિ, એન. શ્રી ચરણાની, નંદિની શર્મા, નિકી પ્રસાદ, શેફાલી વર્મા, કિરણ નવગિરે, ક્રિસ્ટી ગોર્ડન, ઉમા કાશ્વી અને નાઝમા ખાન.
મુંબઈ ઈન્ડિયન્સ
અમનજોત કૌર, અમેલિયા કેર, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુઝ, નેટ સ્કિવર-બ્રન્ટ, નિકોલા કેરી, રાહિલા ફિરદૌસ, સજીવન સજના, સંસ્કૃતિ ગુપ્તા, શબનિમ ઈસ્માઇલ, વૈષ્ણવી શર્મા, સાનિકા ચાલકે, શ્વેતા સેહરાવત અને અક્ષિતા ભગત.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)
અરુંધતિ રેડ્ડી, એલિસ પેરી, જ્યોર્જિયા વોલ, લોરેન બેલ, નાદિન ડી ક્લાર્ક, પૂજા વસ્ત્રાકર, પ્રથ્યોષા કુમાર, પ્રેમા રાવત, રાધા યાદવ, રિચા ઘોષ, સયાલી સતઘરે, શ્રેયંકા પાટીલ, સ્મૃતિ મંધાના, જેસ જોનાસેન, તેજલ હસબનિસ, વૃંદા દિનેશ અને ક્લો ટ્રાયોન.
મેદાન પર જંગ માટે તૈયાર ટીમ
WPL 2027માં તમામ 5 ટીમ મજબૂત ટુકડી સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. UP વોરિયર્સે ઓક્શનમાં મોટા ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને RCB જેવી ટીમ પોતાના અનુભવી ખેલાડીઓના આધારે મજબૂત પડકાર રજૂ કરી શકે છે.





