ICC Ranking: અભિષેક શર્માએ મચાવી ધૂમ, ઈશાન કિશન પાસેથી છીનવ્યો નંબર-1નો તાજ

ICC Ranking: ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20Iમાં 38 બોલમાં 113 રનની ઈનિંગ રમીને અભિષેક શર્માએ ICC T20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં ફરી નંબર 1 સ્થાન મેળવ્યું છે.
Nancy ShuklaUpdated on: 28 Oct 2026 04:40 PM IST
ICC Ranking: અભિષેક શર્માએ મચાવી ધૂમ, ઈશાન કિશન પાસેથી છીનવ્યો નંબર-1નો તાજICC Ranking: અભિષેક શર્માએ મચાવી ધૂમ, ઈશાન કિશન પાસેથી છીનવ્યો નંબર-1નો તાજ

shek Sharma - ICC RankingAbhi

ICC Ranking: ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર અભિષેક શર્માએ પોતાની આક્રમક બેટિંગના જોરે ફરી એકવાર ICC T20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં નંબર-1નું સ્થાન હાંસલ કર્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર અભિષેકે તાજેતરની રેન્કિંગમાં પોતાના જ સાથી ખેલાડી ઈશાન કિશનને પાછળ છોડી દીધો છે. બીજી તરફ ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરને 5 સ્થાનનું નુકસાન થયું છે.

35 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ મચાવી ધૂમ

ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેને માત્ર 35 બોલમાં સદી પૂરી કરી અને 38 બોલમાં 113 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેના આ પ્રદર્શનની મદદથી ભારતે 6 વિકેટે જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરી હતી.

આ યાદગાર ઈનિંગનો ફાયદો અભિષેકને ICC રેન્કિંગમાં પણ મળ્યો છે. તેને ફરી એકવાર વિશ્વના નંબર-1 T20 બેટરની ખુરશી પર કબજો જમાવ્યો છે. અગાઉ જુલાઈ 2025માં ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને પાછળ છોડીને અભિષેક પ્રથમ વખત ટોપના સ્થાને પહોંચ્યો હતો. પરંતુ ત્યારબાદ ઈશાન કિશને સારા પ્રદર્શનના આધારે તેને પાછળ છોડી દીધો હતો. હવે ન્યૂઝીલેન્ડ સામેની સદીએ ફરીથી સ્થિતિ બદલી નાખી છે.

ઈશાન કિશન ત્રીજા સ્થાને, સાહિબજાદા ફરહાન બીજા નંબરે

તાજી ICC T20I બેટિંગ રેન્કિંગમાં ઈશાન કિશનને 2 સ્થાનનું નુકસાન થયું છે અને તે ત્રીજા નંબરે સરકી ગયો છે. પાકિસ્તાનના સાહિબજાદા ફરહાને એક સ્થાનનો કૂદકો લગાવીને બીજું સ્થાન મેળવ્યું છે. ભારતના અન્ય બેટર્સની વાત કરીએ તો કેપ્ટન શ્રેયસ ઐયર પાંચ સ્થાન નીચે સરકીને નવમા નંબરે પહોંચી ગયો છે. જ્યારે તિલક વર્મા દસમા સ્થાને યથાવત છે.

ટોપ-10માં ભારતના 4 બેટર્સ

ICC T20I બેટિંગ રેન્કિંગના ટોપ-10માં ભારતના 4 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સિવાય ઈંગ્લેન્ડના 3 બેટર્સ પણ ટોપ-10માં સ્થાન ધરાવે છે. ઈંગ્લેન્ડનો હેરી બ્રૂક ચોથા, જોસ બટલર પાંચમા અને ફિલ સોલ્ટ સાતમા નંબરે છે. ત્રણેય ખેલાડીઓને રેન્કિંગમાં 1-1 સ્થાનનો ફાયદો થયો છે. અભિષેક શર્માનું ફરી નંબર-1 બનવું ભારતીય ક્રિકેટ માટે મહત્ત્વપૂર્ણ છે. તેની આક્રમક બેટિંગ અને સતત સારા પ્રદર્શનથી T20 ફોર્મેટમાં તેની મજબૂત સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ છે.

આ પણ વાંચો: Neeraj Yadav: ભારતીય પેરા એથ્લેટ નીરજ યાદવે કરી આત્મહત્યા, એશિયન પેરા ગેમ્સમાં જીત્યા હતા 3 ગોલ્ડ મેડલ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.