Get News Alerts

Never miss breaking news updates.

IND Vs PAK મેચ માટે PCBએ રાખી અજીબોગરીબ શરત, WCLમાં પાકિસ્તાનનું થયું અપમાન

IND Vs PAK: પાકિસ્તાન ચેમ્પિયન્સ લીગ WCL 2026માંથી બહાર થઈ ગઈ છે. PCBએ ટુર્નામેન્ટમાં ટીમની ભાગીદારી માટે 2 શરતો મૂકી હતી, જેને WCL મેનેજમેન્ટે સ્વીકારવાની ના પાડી દીધી છે.
Nancy ShuklaUpdated on: 05 Oct 2026 07:28 PM IST
IND Vs PAK મેચ માટે PCBએ રાખી અજીબોગરીબ શરત, WCLમાં પાકિસ્તાનનું થયું અપમાનIND Vs PAK મેચ માટે PCBએ રાખી અજીબોગરીબ શરત, WCLમાં પાકિસ્તાનનું થયું અપમાન

Ind Vs Pak

IND Vs PAK: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2026 દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટુર્નામેન્ટ આયોજકો વચ્ચે વિવાદ ઉભો થયો છે. PCBએ પાકિસ્તાન ચેમ્પિયન્સ લીગને ભાગ લેવા માટે કેટલીક શરતો મૂકી હતી, પરંતુ આયોજકોએ તેને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ વિવાદને કારણે પાકિસ્તાન ટીમ હવે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાનની પહેલી 2 મેચ રદ્દ કરવામાં આવી હતી.

PCBએ WCL મેનેજમેન્ટ સમક્ષ 2 શરતો મૂકી

મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ રમવા માટે પરવાનગી (NOC) આપવા માટે 2 શરતો રાખી હતી. પહેલી શરત એ હતી કે જો ભારતીય ખેલાડીઓ ટુર્નામેન્ટમાં નહીં રમે તો તેમને કોઈપણ સમસ્યા રહેશે નહીં. બીજી શરત એ હતી કે ભારતીય ખેલાડીઓએ ગયા વર્ષની મેચ ન રમવા બદલ લેખિતમાં માફી માગવી પડશે અને મેદાન પર બંને ટીમો વચ્ચે હાથ મિલાવવા માટે સંમતિ આપવી પડશે.

WCLએ શરત સ્વીકારવાની ના પાડી

ટુર્નામેન્ટના આયોજકોએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની શરતો સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે તેઓ કોઈપણ ટીમ કે ખેલાડી પર આવી શરતો લાદી શકતા નથી. આયોજકોએ નાણાકીય શરતો સ્વીકારી હતી, પરંતુ ભારતીય ખેલાડીઓએ માફી માગવી અને હાથ મિલાવ્યાની જરૂરિયાતને નકારી કાઢી હતી. આયોજકોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ PCB દ્વારા લાદવામાં આવેલી આ વિચિત્ર શરતો સ્વીકારશે નહીં. પરિણામે, પાકિસ્તાન ટીમ હવે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

પાકિસ્તાનની પહેલી 2 મેચ રદ્દ કરવામાં આવી હતી

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2026 3 ઓક્ટોબરથી શરૂ થઈ હતી, પરંતુ પાકિસ્તાને હજુ સુધી 1 પણ મેચ રમી નથી. પાકિસ્તાનની પહેલી મેચ 3 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે હતી, પરંતુ ટીમે ભાગ લીધો ન હતો. 5 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની તેમની મેચ પણ રદ્દ કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 ઓક્ટોબરે મેચ યોજાવાની હતી, પરંતુ પાકિસ્તાનના ખસી જવાથી તે મેચ પણ રદ્દ કરવામાં આવી છે. ભારતે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 2 મેચ રમી છે, જેમાં 1 જીતી છે અને બીજી હારનો સામનો કરવો પડ્યો છે. યુવરાજ સિંહે પહેલી મેચમાં શાનદાર બેટિંગ કરી હતી.

આ પણ વાંચો: Prithvi Shaw આ ટીમનો બન્યો કેપ્ટન, રણજી ટ્રોફીમાં કરશે નેતૃત્વ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.