Mohit Ulva: કોણ છે મોહિત ઉલવા? પાકિસ્તાન સામે ફાઈનલમાં ભારતને જીત અપાવનાર ગુજરાતના યુવા ક્રિકેટર વિશે


Mohit Ulva: પાકિસ્તાનને કારમી રીતે હરાવનાર કોણ છે ગુજરાતનો ખેલાડી?
Mohit Ulva: કોણ છે મોહિત ઉલવા? પાકિસ્તાન સામે ફાઈનલમાં ભારતને જીત અપાવનાર ગુજરાતના યુવા ક્રિકેટર વિશે


Mohit Ulva: પાકિસ્તાનને કારમી રીતે હરાવનાર કોણ છે ગુજરાતનો ખેલાડી?
Mohit Ulva: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી અંડર-19 એશિયા કપ 2026ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં 1 વિકેટથી જીત મેળવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીતનો સૌથી મોટો હીરો ગુજરાતનો યુવા ક્રિકેટર મોહિત ઉલવા રહ્યો હતો. જ્યારે ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવી દીધી હતી અને હાર નજીક દેખાઈ રહી હતી, ત્યારે મોહિતે મેદાન પર અડીખમ રહીને ટીમને જીત અપાવી હતી. તેને માત્ર 26 બોલમાં અણનમ 49 રન ફટકાર્યા હતા. તેની આ ઈનિંગે તેને ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બનાવી દીધો છે.
કોણ છે મોહિત ઉલવા?
મોહિત ઉલવા 18 વર્ષનો યુવા ક્રિકેટર છે. તે ગુજરાતનો રહેવાસી છે અને રાઈટ હેન્ડ બેટિંગ કરવાની સાથે રાઈટ હેન્ડ મીડિયમ પેસ બોલિંગ પણ કરે છે. તેને સૌરાષ્ટ્રની વયજૂથ ક્રિકેટ સિસ્ટમમાંથી પોતાનું ક્રિકેટ કરિયર આગળ વધાર્યું છે. શાનદાર પ્રદર્શનના આધારે તેને ભારતીય અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું હતું.
ગામમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમવાની શરૂઆત
મોહિતની ક્રિકેટ સફર તેના ગામમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમવાથી શરૂ થઈ હતી. તેના પિતા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં નોકરી કરે છે. તેમને મોહિતની ક્રિકેટ પ્રત્યેની રુચિ જોઈને તેને પ્રોફેશનલ ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.
રવિન્દ્ર જાડેજાના બાળપણના કોચ પાસેથી લીધી તાલીમ
મોહિતે જામનગરના ક્રિકેટ બંગલોમાં મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી ક્રિકેટની તાલીમ લીધી છે. ખાસ વાત એ છે કે મહેન્દ્રસિંહ ચૌહાણ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના બાળપણના કોચ પણ રહી ચૂક્યા છે.
શરૂઆતમાં મોહિત ઓફ સ્પિનર તરીકે ક્રિકેટ રમતો હતો. પરંતુ તેનું શરીર અને સારી દોડવાની ક્ષમતા જોઈને કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે તેને ફાસ્ટ બોલિંગ અજમાવવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેને મીડિયમ પેસ બોલર તરીકે પોતાની ઓળખ બનાવી હતી.
જયદેવ ઉનડકટ સાથે પણ રમી ચૂક્યો છે
મોહિત સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સાથે પણ રમી ચૂક્યો છે. સ્થાનિક ક્રિકેટમાં અનુભવ મેળવ્યા બાદ હવે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી છે.
પાકિસ્તાન સામેની ઈનિંગથી બન્યો ચર્ચાનો વિષય
અંડર-19 એશિયા કપ 2026ની ફાઈનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 337/9 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની શરૂઆત સારી રહી હતી, પરંતુ મિડલ ઓર્ડરના બેટ્સમેનના ઝડપથી આઉટ થવાને કારણે ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. 8 વિકેટ ગુમાવ્યા બાદ મોહિત ઉલવા અને મૈનાલ ચૌહાણે મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરીને ભારતની જીતની આશા જીવંત રાખી હતી.
મોહિતે માત્ર 26 બોલમાં અણનમ 49 રન બનાવીને ભારતને એક વિકેટથી યાદગાર જીત અપાવી હતી. તેની આ મેચવિનિંગ ઈનિંગે સાબિત કર્યું છે કે ભારતીય ક્રિકેટને ગુજરાતમાંથી વધુ એક પ્રતિભાશાળી યુવા ખેલાડી મળ્યો છે.
આ પણ વાંચો: IND Vs PAK: ભારતે પાકિસ્તાનને 1 વિકેટથી હરાવી U-19 એશિયા કપ 2026નો ખિતાબ જીત્યો




