Virat Kohli Birthday: બર્થ ડે પર વિરાટ કોહલીએ કર્યો ખુલાસો, આ છે તેની ફેવરિટ વનડે ઈનિંગ


Virat Kohli: વિરાટ કોહલીની ફેવરિટ વનડે ઈનિંગ કઈ છે?
Virat Kohli Birthday: બર્થ ડે પર વિરાટ કોહલીએ કર્યો ખુલાસો, આ છે તેની ફેવરિટ વનડે ઈનિંગ


Virat Kohli: વિરાટ કોહલીની ફેવરિટ વનડે ઈનિંગ કઈ છે?
Virat Kohli Birthday: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીના 38મા જન્મદિવસ નિમિત્તે સ્ટાર સ્પોર્ટ્સે તેમની સાથેની ખાસ વાતચીતનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિરાટને પોતાની યાદગાર વનડે ઈનિંગમાંથી સૌથી બેસ્ટ ઈનિંગ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું.
આશ્ચર્યની વાત એ છે કે અનેક શાનદાર સદી ફટકારનાર વિરાટે પોતાની ફેવરિટ ઈનિંગ તરીકે એવી પારી પસંદ કરી, જેમાં તેને માત્ર 43 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ આ ઈનિંગને બેસ્ટ ગણાવી
વિરાટ કોહલીને શરૂઆતમાં 2012માં શ્રીલંકા સામે રમેલી અણનમ 133 રનની ઈનિંગ અને 2011ના વનડે વર્લ્ડકપ ફાઈનલમાં શ્રીલંકા સામે બનાવેલા 35 રનમાંથી એક પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. વિરાટે 35 રનની ઈનિંગને બેસ્ટ ગણાવી હતી.
ત્યારબાદ આ 35 રનની ઈનિંગની સરખામણી 2023માં ઓસ્ટ્રેલિયા સામે બનાવેલા 85 રન, 2017માં ઈંગ્લેન્ડ સામે બનાવેલા 122 રન અને 2018માં સાઉથ આફ્રિકા સામે ફટકારેલા 160 રન સાથે કરવામાં આવી હતી. પરંતુ વિરાટે દરેક વખતે વર્લ્ડ કપ ફાઈનલની 35 રનની ઈનિંગને જ પસંદ કરી હતી.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Birthday special! 😍
Over the years, #ViratKohli has played countless iconic innings, but which one comes out on top? Find out! 📹
Watch him soon in #INDvSL 3-match ODI series 👉 Starts 13th DEC https://t.co/ookEDInLNc</p>— Star Sports (@StarSportsIndia) <a href="https://x.com/StarSportsIndia/status/2118184027689791780?ref_src=twsrc%5Etfw">November 5, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
ચેમ્પિયન્સ ટ્રોફીની 43 રનની ઈનિંગ બની ફેવરિટ
આગળ વિરાટ સામે 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રમેલી 43 રનની ઈનિંગ અને 2011ના વર્લ્ડકપ ફાઈનલની 35 રનની ઈનિંગમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ મૂકવામાં આવ્યો હતો. આ વખતે તેને 43 રનની ઈનિંગને બેસ્ટ ગણાવી હતી.
આ ઈનિંગની સરખામણી 2012માં પાકિસ્તાન સામે રમેલી 183 રનની યાદગાર ઈનિંગ, 2015માં સાઉથ આફ્રિકા સામે બનાવેલા 138 રન અને એ જ વર્ષે પાકિસ્તાન સામે ફટકારેલા 107 રન સાથે પણ કરવામાં આવી હતી. પરંતુ વિરાટે દરેક વખતે 43 રનની ઈનિંગને જ પસંદ કરી હતી.
આ રીતે વિરાટ કોહલીએ પોતાની અનેક મોટી સદીઓ અને યાદગાર ઈનિંગને પાછળ રાખીને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રમેલી 43 રનની પારીને પોતાની બેસ્ટ વનડે ઈનિંગ જાહેર કરી હતી.





